________________
રાતના એકીદારે કાર્કર ઘાયલ થયેલા ડમ્બીને નીચેના ઓરડામાં સુવડાવી, એડિથ અને ફરન્સને ચિંતા ન કરવાનું કહેવા અને સહાનુભૂતિ દાખવવા આવ્યો હતું, ત્યારે વિદાય થતી વખતે તેણે એડિશને હાથ હિંમતપૂર્વક પિતાના હોઠ પાસે લઈ જઈ, તેના ઉપર ચુંબન કર્યું હતું. તે વખતે તો એડિથે હાથ પાછો ખેંચી લીધો ન હતો, પણ પિતાના કમરામાં જઈ તેણે તરત અંગીઠીની આરસપહાણની કમાન ઉપર એ હાથ જોરથી પછાડ્યો હતો અને ત્યાં ચામડી છુંદાઈ જઈ લેહી નીકળ્યું, ત્યારે તેને અંગીઠીમાં જાણે બાળી નાખવા માટે જ ધરી દીધો હતો.
એડિથે ફૉરન્સને જવાબ આપવા પ્રયત્ન કર્યો, “કંઈ નથી, મારી ફરન્સ; મને સહેજ વાગ્યું છે. ” પણ એટલું કહેતાં કહેતાંમાં તો તે ડૂસકે ચડીને રડવા જ લાગી.
ફૉરન્સ પણ રડવા જેવી થઈ ગઈ. તેની લાગણીઓ પણ આજે ઓછી આઘાત નહોતી પામી. તેણે તરત જ કહ્યું, “મમાં ! મારી મમા ! હું શું કરું તો આપણે સુખી થઈ એ ?”
“ કંઈ જ નહિ; મને માત્ર ખરાબ સ્વપ્ન આવ્યાં છે, અને એ ખરાબ સ્વપ્ન સુધારવાનો કે તેમને આવતાં રોકવાનો કશે જ ઉપાય નથી.”
મને કંઈ સમજાતું નથી, મા ! મારા ઉપર દયા કરો !”
બેટા, મારાં સ્વપ્ન એવા અભિમાન વિષેનાં છે કે, જે કંઈ સારું કરવા માટે સહેજે શક્તિમાન નથી, પણ ભૂંડું કરવા સર્વશક્તિમાન છે. ઘણાં ઘણાં શરમભરેલાં વર્ષો દરમિયાન એ અભિમાનને સંકારી સંકારીને અને ગોદાવી ગોદાવીને છંછેડવામાં આવ્યું છે, પણ છેવટે તે બીજા કોઈને બદલે મારા ઉપર જ પાછું વળીને ધસી આવ્યું છે. એ અભિમાને મને જ ઊંડી હીણપતની લાગણીથી અવમાનિત કરી છે, પણ હિંમતપૂર્વક તેને નકારવાની કે ટાળવાની તાકાત આપી નથી. એ અભિમાન કે જેને જે યોગ્ય માર્ગે વાળવામાં આવ્યું હોત, તો કદાચ ઉન્નતિકર નીવડયું હોત, પણ અત્યારની તેની ધારકના હાથમાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org