________________
૪૮૮
ડી એન્ડ સન તે તેમ જરૂર કરું. પરંતુ જે તે હવે ખરેખર બદલાયા હેય, તો મારે એવું ફરી કરવું પડવાનું જ નથી. એટલે તેમને એટલું જ કહેજે કે, આમ ન કરવું પડયું હોત તો સારું થાત, એમ હું કબૂલ કરું છું.”
એ બધા પછી તેમને જે કંઈ વેઠવાનું થયું, તે બદલ તમે ખરેખર દુઃખી થાઓ છો, એમ હું તેમને કહું ?”
ના ના; જે કંઈ તેમને વેઠવું પડયું, તેને પરિણામે જે તે તને ચાહતા અને અપનાવતા થયા હોય, તો હું તેથી દુઃખી થવાને બદલે રાજી જ થઈ છું. આવો કાઈ આઘાત વેઠવાને ન થયો હોત, તો તે ઘમંડી કઠોર માણસ જરાય પાછું વળીને જુઅત જ નહીં.”
પણ તમે તે સુખી થાય એવી શુભેચ્છા ધરાવો છો, એ તો તેમને હું કહું ને ? અત્યારે નહીં ને ભવિષ્યમાં પ્રસંગ આવે ત્યારે તમારા તરફથી એવું કહું તે વાંધો છે?”
એડિથ ફર્લોરન્સના માં સામે સ્થિર પલકે જોઈ રહી. ફૉરસે પિતાની વિનંતી તેને ફરીથી કહી સંભળાવી. ત્યારે તે બહારના અંધારા તરફ નજર કરી રાખીને ધીર-ગંભીર સ્વરે બેલી –
જે પોતાની વર્તમાન સ્થિતિને કારણે, મારી ભૂતકાળની સ્થિતિ તરફ તે કંઈક અનુકંપાની દૃષ્ટિથી નજર કરી શકે, તથા મારા વિષે કંઈક ઓછી કડવાશથી વિચાર કરી શકે તેવા થયા હોય, તો જરૂર તેમ કહેજે. એમ પણ કહેજે કે, અત્યારે ભલે અમે એકબીજા માટે મરી ગયેલાં છીએ, તથા આ જીવનમાં ફરી કદી ભેગાં નહીં થઈએ, છતાં અમારા બંનેનાં હૃદયમાં એકબીજા માટે પહેલાં કદી ન હતી એવી એક અરસપરસની લાગણી પ્રસરી છે.”
એડિથ હવે ભાગી પડવા લાગી હતી અને તેની આંખમાં આંસુ ઊભરાવા લાગ્યાં હતાં.
“મને વિશ્વાસ છે કે, તે મારે વિષે કઈ વખત સારા વિચાર ધરાવશે, જેમ હું તેમને વિષે પણ ધરાવીશ. કારણ, જે તે પોતાની ફૉરન્સને ચાહવા લાગ્યા હશે, તો મને તે ઓછા ધિક્કારતા થશે;
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org