________________
ડા સમય બાદ તેમને વિશેનાં અનુભવ ક જાણકારીથી વિચારી કે બતાવી શકે તેમ છે. મિત્ર ડોમ્બીને એમ પણ સમજાવી શકાય કે, એમના જ હકની રકમ અણધારી રીતે જ બચી ગઈ છે; અથવા એમ કહી શકાય કે, એ રકમ તેમની સાથે અત્યાર સુધી વેપાર-સંબંધ ધરાવનારાઓએ તેમની પ્રમાણિકતાથી ખુશ થઈને અલગ કાદી છે; અથવા તેમણે પહેલાં ધીરેલી અને ભુલાઈ ગયેલી એ રકમ હવે દેણદાર પાસેથી અચાનક પાછી વાળવામાં આવી છે. આ બધામાંથી જે રીત તમને વધુ સારી તથા સફળ નીવડે એવી લાગે, તે તમે પસંદ કરજે. મારા ભાઈ જેનને તમે આ અંગે કદી વાત ન કરશે તથા મળશો નહિ; કારણ કે, તેને તો આ બધું બહાર ન ચર્ચાય તે રીતે જ કરવું છે. અમારે માટે એ વારસામાંથી બહુ થડે હિસ્સો જ અનામત રાખવાનો છે, અને બાકીનાનું વ્યાજ મિ. ડોબી જીવે ત્યાં સુધી તેમને મળે એમ ગોઠવવાનું છે, જેથી મિ. ડોબી એ બધું લેણદારને ચૂકવી દેવામાં વાપરી ન નાખે. અને આ આખી બાબતની કશી ચર્ચા ભવિષ્યમાં તમારી અને મારી વચ્ચે પણ ન થાય, એમ હું ઈચ્છું છું. મારા ભાઈએ કરેલા આ સત્કૃત્યને હું મારા અંતરમાં પરમાત્માના આશીર્વાદની પેઠે હંમેશ સંઘરી રાખવા ઈચ્છું છું. કારણ કે, તેનું આ કૃત્ય, તેની જાગૃત થયેલી કર્તવ્યભાવના અને સદ્ભાવનું પ્રતીક છે.”
મિત્ર મોર્ફિન આ બધું સાંભળી લઈ, છેવટે એટલું જ બેલ્યા, વહાલાં હરિયેટ, આ જાતના ત્યાગ અને સત્કૃત્યની આશા હું સ્વપ્ન પણ કોઈની પાસેથી રાખી શકે નહિ. છતાં છેવટના હું એટલું પૂછી લેવા ઈચ્છું છું કે, વારસાને તમારો હિસ્સ પણ તમે તમારા ભાઈ જેનની પેઠે જતો કરો છો ?
હા, અમે જીવનનું બધું જ સુખદુઃખ કેટલાંય વરસથી એકસાથે જ વહેંચી લેતાં આવ્યાં છીએ; તો પછી આમાંથી પણ હું શા માટે અળગી રહું? મારા ભાઈની છેવટ સુધી બધી બાબતમાં ભાગીદાર તથા સાથીદાર થવાનો મારો અધિકાર નથી શું ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org