SearchBrowseAboutContactDonate
Page Preview
Page 448
Loading...
Download File
Download File
Page Text
________________ ગુપ્ત બાતમી ૪૦૯ બીજી બધી વસ્તુઓ વેચી નાખવાની છે તે દરમ્યાન આ બિચારાની સંભાળ કોણ રાખે? અઠવાડિયા પછી જરૂર તેને લઈ જઈશ.” પણ અલ્યા તારા માલિકની બધી ચીજ વેચી નાખવાની છે, તો પછી તું એના પોપટના પાંજરાને શું કરવા સાચવી રાખે છે ? તને એથી શું લાભ?” ડોસીમા, બધી જ બાબતો અંગે મેંએ વાતો ન કરી શકાય, સમજ્યાં ?” “પણ દીકરા, તું જ હવે નોકરી-ચાકરી વગરનો થઈ ગયો હોઈશ, એટલે મને ચિંતા થાય જ ને?” “મારી કંઈ ચિંતા કરવાની જરૂર નથી, ડોસીમા; પણ એ બધી વાત પડતી મૂકો અને બીજી વાત કાઢે, એટલે થયું.” “એટલે કે, તારા ખાવા-પીવાના ખર્ચની – પગારની જોગવાઈ તારા માલિક કરતા ગયા છે, ખરું ને?” કહ્યું તો ખરું કે, એ બધી પંચાત પડતી મૂકીને, ડોસીમા !” લે, તારી પંચાત હું ન કરું તો કોણ કરે, દીકરા? જે આ તારે માટે જે પીવાનું લાવી રાખ્યું છે, તે તો પીવા માંડ! ” એમ કહી ડેસીએ તેને એક પ્યાલે તૈયાર કરી આપ્યો. એ પીધા પછી રોબ ગ્રાઈડરનો જીવ કંઈક સુંવાળો થવા લાગ્યો. “તે બેટા, તારા માલિક તને સાથે જ કેમ લેતા ન ગયા ? જ્યાં ગયા હશે ત્યાં તેમને નોકર તો જોઈશે જ ને ?” જુઓ પાછાં ! એ બધાની તમારે શી પંચાત, ડોસીમા ? એ ને એ વાત કર્યા કરશે, તો પછી મારે ઊઠીને ચાલતા થવું પડશે, સમજ્યાં ?” ડોસી એ સાંભળતાં જ એકદમ તેના તરફ લપકી અને એના ગળે એક હાથ વીંટાળી, તેને એવા જોરથી દબાવ્યું કે, પેલાનું મેં કાળું પડી ગયું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy