________________
૩૩૯
વિશ્વાસુ એજંટ “સવારે બેસવાના ઓરડામાં, મેડમ,” નેકરે જવાબ આપ્યો. “ ત્યાંનો રસ્તો બતાવ.”
પણ એ સાંભળી કાકરે નીચેથી જ કહ્યું, “માફ કરજે, મૅડમ, પરંતુ મિસ ડોમ્બી એ મુલાકાત વખતે હાજર ન હોય, એવી મારી વિનંતી છે.”
એડિથ તેના તરફ સ્થિર પલકે જોઈ રહી.
“મેડમ, મારે જે કંઈ કહેવાનું છે, તે મિસ ડેબી ન જાણે, એ જ સારું છે. કંઈ નહિ તો, એમને એ વિષે કંઈ કહેવું કે નહિ એ નક્કી કરવાનું તમારા હાથમાં જ હું છોડવા માગું છું.”
એડિથે નોકરને કહ્યું, “બીજા કાઈ ઓરડામાં લઈ ચાલ.”
નોકરે બીજો એક ડ્રોઇંગ-રૂમ ઝટઝટ ઉઘાડ્યો, અને ત્યાં દીવો કરી દઈતે ચાલતો થયો.
એડિથે અંગીઠી પાસે એક સોફા ઉપર બેસી ગેડે દૂર ઊભેલા કાર્કરને કહ્યું – - “તમારી વાત હું સાંભળું, તે પહેલાં તમે મારી વાત સાંભળી લો. ”
ઘણી ખુશીથી, મિસિસ ડેબી.”
“તમે જે માણસના કમરામાંથી હમણાં આવ્યા, તેના તરફથી કશો સંદેશે મને સંભળાવવા આવ્યા હો, તો એ સંદેશો બેલી બતાવવાનો સહેજે પ્રયત્ન ન કરતા; કારણ કે, હું તે સાંભળવાની નથી.”
“મારું કમનસીબ છે કે, મારી મરજી વિરુદ્ધ હું એ પ્રયોજનસર જ અહીં આવ્યો છું. પરંતુ એ તો 9 પ્રયોજન છે; અહીં આવવામાં મારું વીનું પ્રયોજન પણ છે”
તો પહેલું પ્રયોજન તો પૂરું થઈ ગયું; હવે તે હાથ ધરવાનો પ્રયત્ન ન કરતા.”
તમારી સ્પષ્ટ મનાઈ પછી હું એવો પ્રયત્ન કરું, એવું તમે માનો છો ? તમે મને એ સંદેશ કહાવનારથી સહેજ પણ જુદો ન માની લેવાનો અન્યાય કરશે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org