SearchBrowseAboutContactDonate
Page Preview
Page 375
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૪૦ ડી એન્ડ સન જુઓ, હું ચેખે ચેખી વાત કહી દઉં છું. તમે જાણો છે કે, અમારું લગ્ન સુખી નથી; અમે પતિ-પત્ની વચ્ચે જરાય પ્રેમ નથી, ઊલટાં અવજ્ઞા અને પરસ્પર ધિક્કાર છે, તેમ છતાં તમે મને મારા પતિ પ્રત્યે પ્રેમ અને ફરજની વાત કરવાની ધષ્ટતા કરતા આવ્યા છો; એટલે તમને “ન્યાય” જ કરવો હોય, તો તમે મારું જે રીતનું અપમાન કર્યા કરે છે, તે બદલ મારે તમને ક્યારના કતલ જ કરાવી નાખવા જોઈએ.” પેલાએ શાંતિથી જવાબ આપ્યો, “મેડમ, હું જાણું છું કે, મારા ઉપર તમારો ભારે અણગમે છે. તથા તે શા કારણે છે, એ પણ હું જાણું છું. હું એ વાત છુપાવવાને જરાય પ્રયત્ન નહીં કરું કે, મિડોમ્બી પ્રત્યે તમને સહેજે સ્નેહ નથી એ વાત હું પ્રથમથી જ જોઈ ગયો છું; ઉપરાંતમાં હું એ પણ જોઈ રહ્યો છું કે, એ ઉપેક્ષાભાવ હવે વધીને વધુ ખાટો થઈ ગયો છે. જે સંજોગોમાં તમે મુકાયા છો, એ સંજોગોમાં એથી બીજું ન થાય એ પણ હું સમજી શકું છું. છતાં, તમારા જેવી પ્રતાપી બાઈ પિતાને પતિના સ્વભાવને થોડે ઘણે અંશે પણ બદલવા શક્તિમાન થશે, એવી આશા શરૂઆતમાં રાખવી મારે માટે સ્વાભાવિક ન કહેવાય ?” . મારામાં એવો પ્રયત્ન કરવાને ઈરાદો કે અપેક્ષા જ ન હતાં.” તેમ છતાં, લગ્ન કર્યા બાદ, તમે મિડોમ્બીને તાબેદાર બન્યા વિના તથા તેમની સાથે આ માટે સંઘર્ષ ઊભું કર્યા વિના તેમની સાથે રહેવું શક્ય માન્યું હોય, એમ પણ સ્વાભાવિક નથી ? કારણ, તમને તે વખતે ખબર ન હોય કે, મિ. ડાબી કેવા અક્કડ તથા અભિમાની જીવે છે. પિતાની મહત્તાના જ તે એવા ગુલામ છે કે, પોતાના જ વિજ્ય-રથને બળદિયાની પેઠે જોતરાયેલા તેમને, એ રથને ગમે તેની ઉપર થઈને તથા ગમે ત્યાં ખેંચી જવા સિવાય બીજો વિચાર જ આવતા નથી.” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy