SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૩૮ ડે એ ઍન્ડ સન ભલા મિટ્રેસ, તમને ઓળખું છું, તથા તમારે મિસ ડબ્બી પ્રત્યેનો ભાવ પણ જાણું છું; પણ તમને હું જતી વખતે છેતરીશ નહિ – એ આશા તમે કદી રાખશે નહિ – કદી નહિ.” આભાર, આભાર; ગૂડ-નાઈટ; એની કશી ચિંતા નહિ. ઠીક ત્યારે આવજો ! આવજો !” ४४ વિશ્વાસુ એજંટ એડિથ તે દિવસે એકલી જ બહાર ગઈ હતી. તે પાછી આવી અને ઘરના બારણું આગળ ઘોડાગાડીમાંથી ઊતરી, ત્યારે કમરામાંથી કોઈ એ ખુલ્લા માથે આગળ ધસી આવીને નોકરને ખસેડી મૂકી, પોતાનો હાથ એડિથને ટેકો આપવા આગળ કર્યો. એડિથને તે હાથ પકડયા વિના છૂટકો ન હતો. પરંતુ તે કોનો હાથ છે એ જાણ્યા પછી તેણે પૂછયું, “તમારા દરદીને કેમ છે, સાહેબ?” બહુ સારું છે; સારી પ્રગતિ થયે જાય છે; હું હવે રાત પૂરતા તેમને છેડી, મારે ઘેર જાઉં છું ! ” એડિથે માથું નમાવી, તેને વિદાય આપી. પણ તે દાદર ચડવા લાગી, ત્યારે તેણે પાછળ આવી નીચેથી જ પૂછ્યું, “મૅડમ, મને એક મિનિટ મુલાકાત આપી, આભારી કરશો ?” એડિથે થેબીને કહ્યું, “આ બહુ વખત છે; હું થાકી ગઈ છું; તમારું કામ એવું તાકીદનું છે?” ઘણું જ તાકીદનું છે, મૅડમ અને સભાગે અત્યારે ભેગે જ થઈ ગયો છું, તો મને મુલાકાત બક્ષવા આગ્રહ કરવાની રજા લઉં છું.” એડિથે નોકરને પૂછ્યું, “મિસ ડોમ્બી કયાં છે ?” Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy