________________
અરમાન
૩૧૭ ગ્રાઈન્ડરનો શ્વાસ થંભી ગયો. તેણે પોતાના શુભ ઇરાદાઓ અને નિષ્ઠાની ખાતરી આપવા પિતાના માલિક આગળ છેવટનો પ્રયત્ન કરી જોવાનો પ્રયત્ન કર્યો, પણ મિ. કાર્કરે તેના તરફ ચુપકીદીથી થોડી વાર તાકી રહી, તેને નીચે જવા હુકમ કર્યો. અર્થાત તેને નોકરીમાં રાખી લેવામાં આવ્યો હતો.
અને કહેવાની જરૂર નથી કે, મિ. કાર્કરે યોગ્ય દબાણ અને લાગ સાથે દરેક મિનિટે તેને સેંકેલો રાખી, નિષ્ઠાપૂર્વક પોતાનું કામ બજાવતો કરી મૂક્યો.
એમ નેકરીમાં રહે ગ્રાઈન્ડરને થોકાક મહિના થયા હતા, એવામાં એક દિવસ મિ. ડાબી કાર્કરને ત્યાં આવ્યા. કાર્કરે તેમને આજે નાસ્તા માટે ખાસ નિમંત્રણથી જ તેડ્યા હતા.
મિ. ડોમ્બીએ આસપાસ નજર કરીને જોયું તો મિત્ર કાર્કરનું મકાન વિશાળ હતું, એટલું જ નહિ, પણ સુખસગવડની સામગ્રીથી સુસજજ હતું. અને તેમણે સ્પષ્ટ શબ્દોમાં એ વાત કાર્કરને કહી પણ સંભળાવી. મિ. કાર્કરે નીચા નમી, હસતે ચહેરે, મિ. ડોમ્બીની એ ટીકા” સ્વીકારી લીધાનો દેખાવ કર્યો.
મિડોબી, અંદર આવ્યા બાદ પણ ચેતરફ બધી વસ્તુઓ બારીકાઈથી નિહાળવા લાગ્યા. ખાસ કરીને એક ચિત્રે તેમનું ધ્યાન ખેંચ્યું. એ ચિત્ર એક સ્ત્રીનું હતું, પરંતુ એમાંની કેટલીય રેખાઓ અભુત રીતે એડિથને મળતી આવતી હતી. જોકે, એ ચિત્ર, એડિથનું નહોતું, એ પણ સ્પષ્ટ હતું.
બે નાસ્તો પીરસ્યો એટલે ખાતાં ખાતાં કાર્લરે મિ. ડેપ્પીને પૂછ્યું, “મિસિસ ડેબી હવે સ્વસ્થ થયાં હશે ?”
હા, હા; માના મૃત્યુનું દુઃખ હવે ભૂલ્યાં જ હાવાં જોઈએ; પણ કાર્યર, તમારા એ પ્રશ્ન ઉપરથી, હું આજે જે ખાસ વાત તમને કરવા આવ્યો છું, તેની યાદ આવી.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org