________________
ડેબી ઍન્ડ સન “મારી સાથે કામ કરનારે તે વફાદારીથી જ કામ કરવું પડે છે; બીજી રીતે કોઈ કામ કરી જુએ, તો ખબર પડે !”
હા જી, મને બરાબર ખાતરી છે સાહેબ. આપ મહેરબાની કરી મને અજમાવી જુઓ, સાહેબ! આપની મરજી વિરુદ્ધનું કંઈ કરતો મને જુઓ, તો તરત મને ગળું દાબી મારી નાખવાની મારી પરવાનગી છે, સાહેબ !”
કુત્તા! મને છેતરવા ગયો તો સીધે સીધે મારી નાખીને તને હું આભારી નહીં જ કરું.”
હા, સાહેબ ! આપ મારી બહુ બૂરી ગત બનાવશે, એની મને ખાતરી છે, સાહેબ. પણ મને સોનાની ગિનીઓની લાલચ આપે, તો પણ એવું કશું કરું જ નહિ, સાહેબ! ”
તો તું તારી જૂની નોકરી છોડીને, અહીં મારી નોકરીમાં રહેવા આવ્યો છે, કેમ ?”
હા, સાહેબ!” “ઠીક, તે તું મને મને ઓળખે છે ?” “હા, સાહેબ! હા જી?”
“તો સાવધાન! ખબરદાર! તને ચોરીછૂપીથી બીજાની વાતો સાંભળવાની ભારે ટેવ પડી છે કેમ?”
“પણ સાહેબ, અહીં હું કદી એવું કશું નહિ કરું, સાહેબ. તેના કરતાં તો હું એકદમ મરી જવાનું જ પસંદ કરું, સાહેબ! આપનો હુકમ ન હોય, તો આખી દુનિયા મને આપી દે, પણ એ કામ બીજા કોઈને માટે ન કરું, સાહેબ!”
હા, એવી કશી ચાલાકીઓ તારે અહીં કરવાની નથી; ઉપરાંત, તને કેાઈની વાતો કોઈને કહેતા કરવાની અને બબડયા કરવાની બૂરી ટેવ છે નહિ? પણ અહીં જે એમ કર્યું, તો મૂઓ પડો છે, જાણજે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org