________________
સા! છે – પછી કાઈ ન હોય ત્યારે ક્યારે આવીને એ બધું તે પોતાના કમરામાં લઈ જાય છે, તેની ખબર પડતી નથી.”
“ભલા ભગવાન, આવું બધું ક્યાં સુધી ચાલશે ? મારા ભાઈ કોશિશ નહિ કરે, તે તેમનું શું થશે ? કોશિશ ન કરવાના ગેરફાયદા અત્યાર આગમચ તેમની જાણમાં આવી જવા જોઈતા હતા.
પણ મારા ભાઈ નવાઈના હોય તેમ બધી બાબતમાં શું કરે છે, તે તે જુઓ ! મેં જ્યારે પેલી કદી “ડોમ્બી” નહિ બનેલી – બિનકુદરતી છોકરી ફલૅરન્સ એક રખડતા ખલાસી સાથે પરણીને પરદેશ ચાલી ગયાના સમાચાર તેમને આપ્યા, ત્યારે તે ઊલટા મારા ઉપર તડૂકીને કહેવા લાગ્યા, “તારા બોલવાની રીત ઉપરથી એમ જ લાગે છે કે, ખરી રીતે તું જ તેને તારા ઘરમાં ઉપાડી ગઈ છે !” મેં જ્યારે તેમના વેપાર-ધંધાની પાયમાલીની વાત કાઢી, ત્યારે મારા ઉપર ઊતરી પડીને મને કહે, “હું બેલાવું નહિ, ત્યાં સુધી કદી મને મળવા આવવું નહિ, ખબરદાર !” આ તે કંઈ રીત છે, મિસિસ પિપચિન ?”
કોણ જાણે, પુરુષો ક્યારે એકદમ બેસી પડે છે કે મરી જાય છે, તે મને કદી સમજાતું નથી.” પેરુવિયન ખાણમાં મરી ગયેલા પોતાના મરહૂમ પતિને કદી ક્ષમા ન આપી શકેલાં મિસિસ પિપચિન વઘાં.
પણુ આમ બેસી રહ્યું અને એરડામાં ભરાઈ રોય ચાલે ? તેમણે કંઈક કરવું તો જોઈએ ને ? ધંધો કંઈ તેમની પાસે દોડી, આવવાને નથી. આખી જિંદગી ધંધારોજગાર કરનારને, ધંધો ક્યાં છે તેની ખબર તો હોયને? તે પછી તે ત્યાં કેમ જતા નથી ? ઉપરાંત આ ખાલી ઘરમાં એકલા ભૂતની પેઠે ભરાઈ રહેવાનીય શી જરૂર છે? જાણે અમે બધાં એમનાં સગાં જ નથી ! અમારે ત્યાં ચાલ્યા આવે, તે શું અમે ના કહેવાના છીએ ? અને આ મકાન ધારો કે લેણદારો તરફથી ભાડે આપવાનું થશે તો તે શું કરશે ? પછી તો તેમને હાંકી જ કાઢવામાં આવશેને ? તો પહેલેથી જ પોતે નીકળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org