SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ જેમાં ઘણાં રાજી થાય છે. એક જણ સિવાય “નીચેને? બોલી નાખ બેટા.” “ મિસ ડેબીએ કૃપા કરીને મને જણાવ્યું છે કે, હું અહીં આવ-જા કરું તેથી એમને કશે અણગમો નહિ થાય. અને તમે બધા પણ મારા પ્રત્યે – એટલે કે જે માણસ ભલથી જ જન્મી ગયું છે એની મને ખાતરી છે, તેના પ્રત્યે ઓછી માયાળુતા નથી જ દાખવતા. એટલે જે થોડો વખત અહીં આપણે સૌ ભેગા મળી શકીએ તેમ છીએ, તે દરમ્યાન હું અવારનવાર આવતો – જતો રહીશ. એ સંદેશો પૂરે થયો. પણ કેપ્ટન જિસ, કોઈક વખત લેફટનટ વૉલ્ટર્સની ખુશનસીબી મારાથી સહન ન થઈ શકે, અને હું ઘરની બહાર ભાગી જાઉં, તો તમારે એમને એમ જ કહેવાનું કે હું રેયલ ચેંજના ઘડિયાળ સાથે મારું ઘડિયાળ મેળવવા જ બહાર ગયો છું. મને તેમના તરફ કશો ખોટો ખ્યાલ નથી, પણ મારા કમનસીબ વિષે મને હડહડતો ધિક્કાર છે, એવું જ સમજજો.” બેટા, વધુ કંઈ બેલવાની જરૂર નથી, હું અને વૈલર બંને તારા વિષે કશી ગેરસમજ નહીં કરીએ.” ૩ કેપ્ટન કટલને હવે ઘરકામ માટે પેલી બજારમાં બેસનારી બાઈની દીકરીથી ચાલે તેવું ન લાગતાં, તે તરત ટૂડલને ત્યાં દોડી ગયા, અને ભલી પેલીને – મિ. ડોમ્બીને ત્યાં જેનું રિચાઝ નામ હતું તેને – બધી વાત કરી, ફરન્સના લમ સુધી મદદ માટે તે આવશે કે કેમ એ પૂછવા લાગ્યા,– કારણ કે, બીજા કોઈ અજાણ્યા માણસને ઘરમાં પેસવા દેવાય નહીં. પોલી તે ફૉરન્સની સેવા બજાવવા પિતાને યાદ કરવામાં આવી એટલાથી જ ગળગળી થઈ ગઈ અને ઝટ કેપ્ટન કટલ સાથે તેમને ઘેર દેડી આવી. પણ હવે સુસાનને સમજાવવાની ભારે મુશ્કેલી ઊભી થઈ હતી. પગાર વિના જ, તે ફલેરન્સની સાથે જ ચીન પણ જવા માગતી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy