________________
મેજર ઑગસ્ટોક કામે લાગે છે
૧૯૭ સાથે પરણાવી દેવો છે કે નહીં ?” આટલું કહીને તેમણે એક આંખને મિચકારે રાણી તરફ કરી, ચકારો વગાડયો.
મિસિસ ક્યુટને શબ્દમાં કશે જવાબ આપવાને બદલે મેજર તરફ એવી દૃષ્ટિથી જોયું કે, એ શુરા અફસર, પોતાના પ્રેમશૌર્યને પડકારાયેલું માની, તેમના અતિ લાલ હોઠ ઉપર એક ચુંબન જ દબાવી દેવાના હતા, પરંતુ મિસિસ ક્યૂટને તરત પોતાના હાથમાંના નાજુક પંખાને, જ્યાં હુમલો થવા વકી હતી ત્યાં, વચ્ચે ધરી દીધો.
મેડમ ડેબીને ફાંદીએ, તો મારી માછલી પકડી કહેવાય.”
ધત , પૈસાપૂજક પાજી માણસ! આવા બિન-કુદરતી વિચાર તને શી રીતે આવી શકે છે ?”
પણ મેજર તો મિસિસ સ્કયૂટનની જાળને આરપાર પામી ગયે હતે; એટલે તેણે તો પોતાની રીતે જ જવાબ વાળ્યો –
“ડોમ્બી પણ એ માટે આતુર હોય એમ લાગે છે. બેંગસ્ટોક બધું જાણે! જેબીથી કશું છાનું ન રહે, મેડમ, હવે ડોમ્બી છટકી શકે તેમ નથી ! તમે તમારી જાળ સક્કસ કરતાં ચાલે, અને પરિણામ માટે જેબી. ઉપર વિશ્વાસ રાખો.”
પણ મેજર તમે કહો છો તે સાચી વાત છે ? આપણે એ પરિણામ માટે આશા રાખી શકીએ ?” મિસિસ સ્કયૂટન હવે “કુદરતી” વાત ઉપર આવ્યાં. પિતાનો ઇરાદો તે મેજરની મદદ વિના પાર પાડી શકે તેમ નહોતાં, એમ તે બરાબર જાણતાં હતાં.
જરૂર આશા રાખી શકીએ, મેડમ; આ જગતની અજોડ સુંદરી ક્લિયોપેટ્રા અને તેને માનીતે એન્ટની બેંગક, એડિથ ડેસ્મીના વૈભવશાળી મહેલમાં, એક દિવસ જરૂર પોતે મેળવેલી આ સિદ્ધિ વિષે આનંદપૂર્વક વાતો કરતાં બેઠાં હશે. ડોમ્બીને જમણો હાથ કહેવાય એ એને મેનેજર આજે આવ્યો છે. અને એને પણ આ વાતની ખબર પડતી થાય એવી ડોમ્બીની અંતરની ઈચ્છી હું પામી ગયો છું. ઠીક, પણ ડેબીએ કાલે સવારે વૈરવિક કેસલ અને કેનિલવર્થ સુધી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org