________________
વધુ માહિતી
૪૧૭ આટલી મોડી રાતે પિતાને ત્યાં કોણ આવ્યું હોય એમ વિચારી, નવાઈ પામી, જોન બારણું ઉઘાડવા ગયો, તો મિત્ર ડેબીની પેઢીવાળા મિ. મનિ બહાર ઊભા હતા.
જન મિત્ર મફિનને લઈને અંદર આવ્યો અને બહેનને એાળખાણ આપતાં કહેવા લાગ્યો-- “બહેન, આ મિડ મોર્ફિન, જે આપણું ભાઈ જેમ્સ સાથે મિત્ર ડાબીની પેઢીમાં સારા હોદ્દા ઉપર છે.”
પણ હોરિયેટ એમના તરફ જોતાં જ એકદમ ચોંકી ઊઠી. દર સમવારે મકાન પાસે થઈને પસાર થનાર શુભેચ્છક મિત્ર જ તે હતા !
મિ. મેફિને બંને ભાઈ-બહેનને સાંસતાં કર્યા, તથા પોતે જ્યારથી કાર્યર-મેનેજરના ઓરડામાં બંને ભાઈઓ વચ્ચે થયેલી તેમની બહેન અંગેની વાતચીત સાંભળી હતી (જુઓ પૃ. ૧૬૦ ઈ.), ત્યારથી જ તેમણે તરછોડાયેલાં બંને ભાઈ-બહેનને મદદ કરવાનું નકકી કર્યું હતું, તે વાત કહી સંભળાવી. તથા આ વાત આમ ગુપ્ત રાખવાનાં કારણ જણાવતાં જોનને કહ્યું કે, “જ્યાં સુધી ખરેખર તમને મદદ કરવાનું મારાથી ન બને, ત્યાં સુધી માત્ર શુભ ઇરાદો દર્શાવવાને જેરે તમને અહેસાન નીચે રાખવાં એ ઠીક ન કહેવાય; ઉપરાંત, બીજું કારણ એ પણું ખરું કે, તમે બંને ભાઈ-બહેન પ્રત્યે કોઈક વખત પણ ઢીલે થઈ જે તમારા ભાઈ તમને ખરેખર અપનાવવા તૈયાર થાય, ત્યારે જે તે એમ જાણે કે, હું તો બંનેના પરિચયમાં છું, તો તે ઊલટો વીફરે અને તમને વધુ નુકસાન કરવા તત્પર થાય. અલબત્ત, વખત આવ્ય, મિત્ર ડોમ્બીને મળી તમારા પ્રત્યેનો તેમનો અણગમો દૂર કરાવી, તમને તમારે ઉચિત સ્થાને પહોંચાડવામાં મદદ કરવાને મારે વિચાર હતો જ; પરંતુ તે સિદ્ધ થાય તે પહેલાં તો, મિ. ડીના પુત્રનું મરણ, તેમનું ફરીથી લગ્ન, અને ત્યાર બાદ તેમના ઉપર આવી પડેલી કારમાં બનાવોની પરંપરા – અને તેમાં તમારા ભાઈએ ભજવેલો ભાગ – એ બધાને કારણે મિડોમ્બીને તમારે વિષે વાત કરવાનું ડે.-૨૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org