________________
૨૫૪
ડિબી એન્ડ સન જ કહોને ! આપણને શાળા-કોલેજોમાં એ જ્ઞાન કે સમજ મળતાં નથી; અને આપણે કેવળ બહિર્મુખ ભૌતિક વસ્તુઓ જેવા કેવળ જડ નિયત કાયદાઓને વશવતી બની રહીએ છીએ.”
આટલું કહી, એ સદગૃહસ્થ ઊભા થઈ જઈ બારી સુધી જઈને પાછા આવ્યા. તેમને જે વાત કરવી હતી, તે કહેતાં જાણે હજુ તે ખચકાતા હતા. તે બેલ્યા –
મિસ હરિયેટ, તમે મારા સામું નજર કરે : હું પ્રમાણિક માણસ લાગું છું કે નહિ ? અત્યારે આ વાત કરતી વખતે તો છું જ, એની ખાતરી રાખશે. તમે જે કહ્યું તે બધું હું શબ્દશઃ માનું છું; અને મને હવે પસ્તાવો થાય છે કે, બાર બાર વરસ વીતી ગયાં તે દરમ્યાન મારે આ બધું જોવું જાણવું જોઈતું હતું અને તમને ઓળખીને બહુ પહેલેથી તમને મળવા આવવું જોઈતું હતું. હવે પણ ખરેખર હું અહીં શી રીતે આવી ચડશે તેની પણ મને કલ્પના નથી. આપણે બધાં આપણું રોજિંદા વ્યવહારમાં એવાં બેવાયેલાં રહીએ છીએ કે, કેટલીય આવશ્યક બાબતો તરફ દુર્લક્ષ કરીએ છીએ. પણ હવે
જ્યારે તમને બરાબર જાણું-ઓળખીને હું અહીં આવ્યો જ છું, તો હવે મને કંઈક મદદ કરવા દો : એમ કરવાથી મને સંતોષ થશે, શાંતિ થશે.”
સાહેબ, અમને અમારી વર્તમાન સ્થિતિથી પૂરે સંતોષ છે.”
“ના, ના, પૂરો સંતોષ ન હોઈ શકે; એવી નાની નાની ઘણી સગવડો છે, જેથી તમારું જીવન વધુ સરળ બને. તમારું તેમ જ તેનું! અત્યાર સુધી જે કે એમ માનતો હતો કે, તેને માટે કંઈ વિશેષ કરવાનું રહેતું નથી – એ બધું પતી ગયું. પરંતુ હવે મારા વિચારે બદલાયા છે. મને અને માટે કંઈક કરવા દો. તમારે માટે પણ; કારણ કે તમારે પણ તમારી તબિયત બાબત કંઈક વિશેષ કાળજી રાખવી જોઈએ – કંઈ નહિ તો અને ખાતર પણ તમારે વધુ જીવવાની જરૂર છે. અને મને લાગે છે કે, તમારી તબિયત ઘસાતી જાય છે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
www