SearchBrowseAboutContactDonate
Page Preview
Page 81
Loading...
Download File
Download File
Page Text
________________ ડાબી એન્ડ સન તો શું એ ખાનદાન બાઈ બાળકાની સંસ્થા ચલાવે છે, મિસિસ ટસ ?” હા, હા, એ કાઈ નિશાળ નથી ચલાવતાં; પણ નાનાં બાળકોને સારી રીતે રહેતાં શીખવા માટે ખાસ પ્રકારનું બેડિંગહાઉસ ચલાવે છે.” મિસ સે મીઠી મધુરતાથી જવાબ આપ્યો. બહુ મર્યાદિત અને વિશિષ્ટ પસંદગીનાં બાળકોને જ દાખલ કરવામાં આવે છે,” મિસિસ ચિકે ભાઈ સામે જોઈને ઉમેર્યું. મિ. ડેમ્ની ટેકટરની સૂચના મળ્યા પછી હવે એક ક્ષણ પણ મોડું કરવા ઈચ્છતા ન હતા. તેમણે તરત જ પૂછયું, “ધારો કે આવતી કાલે વધુ તપાસ કર્યા પછી, એ બાનુની સંસ્થામાં પેલને મૂકવાનું નકકી કરીએ, તો તેની સાથે કોણ જશે ?” અત્યારે તો ફરન્સ વિના પલને ક્યાંય મોકલી શકાય તેમ નથી; પલને બહેનનું ઘેલું જ લાગ્યું છે. હજુ બહુ નાનો છે, અને તેની હઠો આપણે સ્વીકારવી જોઈએ.” “બીજું કઈ?” “વિકામ તો જશે જ. પૌલ મિસિસ પિપચિનની સીધી દેખરેખ હેઠળ રહેશે, એટલે તેમના ઉપર નિયંત્રણ થાય એવા બીજા કાઈને મોકલવાની જરૂર નથી. તમે પણ અઠવાડિયે એક વખત ખબર કાઢવા જતા રહેશે જ?” “અલબત્ત,” મિ. ડોમ્બીએ જવાબ આપ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy