________________
પાલને ઉછેર આવી હતી. મને પિતાને જ કેટલીય વખત દરિયાકિનારે જવાની સલાહ આપવામાં આવે છે. અને તમે હમણું જે કહ્યું કે, ઉપરનાં લોકો પૉલના માથામાં ગમે તેવી વાતો ઘુસાડતાં હોવાં જોઈએ; તો તે બાબતમાં પણ એક વાત સમજી રાખે, વહાલા ભાઈ, કે પલ પોતે જ એટલે બધે બુદ્ધિશાળી તથા નિરીક્ષણ-શક્તિવાળો છોકરી છે કે, આસપાસથી કઈ વસ્તુ ક્યારે ઉપાડી લેશે, એ કહેવાય નહિ. એટલે તેને શેડો વખત આ ઘરમાંથી બહાર કાઢીએ અને બ્રાઈટન જેવા દરિયાકિનારાના મથકે મોકલીએ, તે બંને બાબતોને ઉપાય થઈ રહેશે. બ્રાઈટનમાં મિસિસ પિપચિન જેવાંની ઘણી સારી સંસ્થાઓ છે, જ્યાં રહીને તેને શારીરિક તેમ જ માનસિક તાલીમ પણ આપોઆપ મળે.”
મિસિસ પિપચિન કોણ છે, લુઈઝા ?”
“ મિસિસ પિપચિન આધેડ વયની બાઈ છે અને તેણે કેટલાય વર્ષથી બાળકોને જ પોતાના અભ્યાસનો વિષય બનાવવામાં પોતાની સઘળી તાકાત રેડી છે. તે સારા સંબંધવાળી બાઈ છે – ખાનદાન છે. તેને પતિ પેરુવિયન ખાણેમાં —”
પાણી કાઢતાં મરી ગયા હતા.” મિસ ટેકસે ઉમેર્યું.
“જો ભાઈ એમ માનતા કે, તે પાણીનો પંપ ચલાવતા હતા! તેમણે એ ખાણો પાછળ ખૂબ પૈસા રોક્યા હતા, અને સટ્ટામાં નિષ્ફળ નીવડતાં તે હૃદયભંગ થઈ ગયા હતા. પરંતુ પિપચિન તો બાળક પાછળ ઘેલી થનાર સેવિકા છે, એમ માનોને ! તેની બધી વિગતો ઉચ્ચ કોટીની છે.”
અત્યારે સમાજમાં પ્રતિષ્ઠિત ગણાતાં ઘણું સ્ત્રી-પુરુષો તેમના હાથ નીચે કાળજીભરી તાલીમ પામેલાં છે. હું પોતે જ એક વખત તેમની દેખરેખ હેઠળ હતી. અત્યારે પણ તેમની સંસ્થામાં ખાનદાન બાળકોને અભાવ નથી.” મિસ સે શરમાતા શરમાતાં ઉમેર્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org