________________
મેજર ઑગસ્ટક કામે લાગે છે. છે. તે અહીં ઘેર રહ્યો હોત, તેના કરતાં અત્યારે જ્યાં હશે ત્યાં તે હોય એ વધુ સારું છે. મને પિતાને એ બાબતમાં લવલેશ શંકા નથી. કારણ કે, મિસ ડેબી બહુ વિશ્વાસુ સ્વભાવના અને જુવાન છે- કદાચ તમારી પુત્રી તરીકે હાવાં જોઈએ તેટલાં અતડાં રહી જાણતાં નથી– અલબત્ત, . એ વાતની કશી ચિંતા કરવા જેવું કાંઈ બન્યું નથી, એની મને ખાતરી છે. પણ, તમે મારી સાથે આ સરવૈયાં જરા તપાસી જોશો ?”
ફૉરન્સની બાબતમાં કાર્કરે કરેલ ઘા મિત્ર ડાબીના મર્મસ્થાનમાં સચેટ પહોંચી ગયો. અને બાકીની મુલાકાત દરમ્યાન પણુ કાકરે મિ. ડાબીને ફરન્સ પ્રત્યેના ગુસ્સાને આડકતરી રીતે અવારનવાર સં કાર્ય કરવાનું જ કામ કર્યા કર્યું.
દરમ્યાન મેજર ઑગસ્ટક ક્લિયોપેટ્રા રાણુ પાસે પિતાની સલામ સાદર કરવા પહોંચી ગયા હતા. મેજરને જોતાં જ રાણીજી તડૂક્યાં,
“આ કયું અસહ્ય પ્રાણી અહીં આવ્યું છે? મારાથી એ દેખ્યું જતું નથી. તું જે જાનવર હોય, તે અહીંથી વિદાય થા !”
“જે. બીને દેશનિકાલ કરવાની કઠોરતા તમારાથી ધારણ કરી શકાય તેમ જ નથી, મૅડમ; અને સેવક-જોશને એ વાતની ગળા સુધી ખાતરી છે.” આમ કહી મેજર લિયોપેટ્રાની બરાબર સામે આવીને ગોઠવાઈ ગયા.
તરત જ મિસિસ સ્કયૂટને પિતાના હજૂરિયા વિધર્સને પૂછી લીધું કે, મિસિસ ટૅગર ક્યાં છે? અને મિસિસ ટૅગર પોતાના કમરામાં છે, એમ તેને મેએ જાણી, તેને કમરાની બહાર વિદાય કરતાં કહ્યું, “બારણું બંધ કરતો જા, અને હમણાં હું મુલાકાતમાં છું, એ જાણું રાખ.” વિધર્સ ગયો એટલે મેજર આગળ બોલ્યા–“મેજર તો બુટ્ટો માણસ છે; તે કબૂલ કરી લે છે કે, એક જણે અને માત્ર એક જ જણે (મિસિસ ક્યૂટને સ્તો !) તેના અંતરને હંમેશને માટે ભેદી નાખ્યું છે– કવચ-બર સુધ્ધાં ! પરંતુ આ દુનિયાની નવી અજાયબી મેં એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org