SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ પર * ભાગેડુ મધરાત થવાને એક કલાકની વાર હતી. એક મોટી ફ્રેંચ હોટલના પહેલે માળ આવેલા છ કમરાવાળા ફલૅટમાં સ્ત્રીઓ માટેના ખાસ ડ્રોઇંગ-રૂમ “બુદાર માં એક સુંદર યુવાન સ્ત્રી બેઠી હતી. તે એડિથ હતી. આ ફલેટનું મુખ્ય બારણું દાદર ઉપર ઊઘડતું હતું. પરંતુ દરેક કમરાને પિતાનાં અલગ બે કે ત્રણ બારણું હતાં, જેમાંથી આ ફલૅટના બીજા કમરાઓમાં જવાતું હતું, અથવા ભીંતમાં આવેલી નાની ગલિયારીઓમાં પહોંચાતું હતું, જ્યાં થઈને પાછળની સીડીઓ મારફતે છેક નીચે ઊતરી જવાય. એડિથ અત્યારે એકલી જ બેઠી હતી : એવી જ તુમાખીભરી, અને એવી જ ગૌરવયુક્ત ! તે પોતાના વિચારોને જ વાગોળતી બેઠી હતી, એ પણ છૂટાછવાયા નહિ, પરંતુ એક મક્કમ નિર્ણય કે નિરધારે પહોંચેલા,–જેને અમલ કરવાનો સમય નજીક આવ્યો હોય. હોટલવાળા બે વેઈટરે વાળની ચીજો લઈને આવ્યા, અને એથિને એકલી જ બેઠેલી જોઈ જરા મૂંઝવણમાં પડ્યા. કારણ કે, તેમના જણાવ્યા મુજબ, “વે જણના વાળ માટે અમુક નિયત સમયે ગરમાગરમ ખાસ ચીજોને ઓર્ડર મેરે પત્ર મારફતે આપ્યું હત; પણ મર તો હજુ પધાર્યા નથી !' તે લોકો બે જણને જમવા માટેનું ટેબલ સજાવતા હતા, તેવામાં એડિથે અચાનક ઊઠી, દીવો લઈ બેડ-ચેમ્બર તથા ડ્રોઈગ-રૂમમાં જઈ ૪૨૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy