________________
વચ્ચે ઊભાં થતાં યુદ્ધોમાં પરદેશી હિત-સંબંધનો હાથ તેમ જ પરસ્પરનો વિરોધ કામ કરતા હોય છે. એટલે યુદ્ધને કટોકટ વખતે પેલી પરદેશ-સંચાલિત કેળવણી-સંસ્થાઓના હાથમાં પડેલાં આપણું તવંગર લેકનાં બાળકો શું ‘વિચારે કે કરે” એ જાણવું અતિ આવશ્યક ગણુય. તે બધાને શંકાસ્પદ માણસો તો ગણવાં જ જોઈએ.
અને કરુણતા તે એ છે કે, એ પરદેશી સંસ્થાઓમાં પરદેશી માધ્યમ મારફત તૈયાર થયેલાં બાળકે જ મોટાં થઈ, આપણી કેન્દ્રીય સરકારમાં જવાબદારીનાં સ્થાન મેળવી શકે, એવી જોગવાઈ અત્યારે આઝાદી બાદ આપણું દેશમાં પ્રવર્તે છે. એટલું જ નહિ. પણ કેન્દ્રસરકાર લાખાને ખરચે માધ્યમિક કેળવણીની પણ એવી સંસ્થાઓ દરેક રાજ્યમાં ચલાવે છે, જેમનું માધ્યમ પરદેશી ભાષા હોય છે એટલું જ નહિ, પણ પરીક્ષાઓ માટે પણ તેમને પ્રાદેશિક એસ. એસ. સી. બેડે સાથે સંબંધ ન હોઈ પરદેશી જેવા ભળતા લોકો સાથે હોય છે. દેશની એ નહેરુ-નીતિ ખતરનાક છે; પરંતુ દેશના તવંગર લોકો એના પક્ષમાં હેઈ, જનતા ક્રાંતિના જોરે જ એ બધું ઉખાડી શકે તે ઉખાડી શકે. નહીં તો, આપણું દેશ ઉપર પરદેશી સંસ્કારે મારફત પરદેશીઓનું રાજ્ય હવે આઝાદી બાદ તો યાવચંદ્ર-દિવાકર લખાયેલું લાગે છે. અસ્તુ. આપણે આ નવલકથાની વાત ઉપર જ આવીએ.
આ નવલકથામાં વાર્તારસ ઊભો કરવામાં લેખક ઘણું સફળ નીવડયા છે. અને તેથી આ વાર્તા ડિકન્સની મનોરંજન માટે લખાયેલી સફળ નવલકથા ગણાય છે. પરંતુ મહાન લેખકે કેવળ મનોરંજન માટે લખે, તોપણ, તેમાં તેમનાં બારીક નિરીક્ષણ અને સચોટ ટીકા ઊતર્યા વિના રહે જ નહિ; અને તે પ્રમાણે આ નવલકથામાં પણ એ વસ્તુઓ ઊતરેલી છે જ.
સંપાદકે મૂળ નવલકથાનો સંક્ષેપ એવી કુશળતાથી કર્યો છે કે, મૂળને રસ અને પ્રવાહિતા સચવાઈ રહે અને છતાં લેખક તરીકેના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WWW