________________
ડિકન્સના કસબને અન્યાય ન થાય. આશા છે કે, ગુજરાતી વાચકે આ વાર્તાને રસ યથેષ્ટ માણશે.
ડિકન્સની મશહૂર ચોપડી “પિકવિક પેપર્સ'નું છાપકામ પણ ઘણું આગળ વધી રહ્યું છે, એ અહીં જાહેર કરતાં અમને અત્યંત આનંદ થાય છે. શ્રી. ગોપાળદાસ પટેલની આપણું ધર્મગ્રંથો અને વિશ્વસાહિત્યને માતૃભાષામાં ઉતારવાની જે વિશિષ્ટ અને રસાળ રીત છે, તે તો ગૂજરાતી વાચકને જાણીતી બાબત છે. સૌ તેમની શૈલી અને પદ્ધતિથી એકસરખાં પ્રભાવિત થાય છે. આજે સામાન્ય ભણેલા કે અંગ્રેજી મૂળ ગ્રંથ બહુ ઓછા વાંચે છે. કેળવણીકારોને તો આપણા આ વિશ્વસાહિત્યના વારસાનો પરિચય માતૃભાષામાં આપવાની પરવા જ નથી. તેઓ તો અંગ્રેજીને કામ કરવાના પુણ્યકાર્યમાં જ લાગેલા છે. એવે વખતે આ “વિશ્વસાહિત્ય માતૃભાષામાં રજૂ કરી શ્રી. ગોપાળદાસ પટેલે ગુજરાતી સમાજની ઉત્તમ સેવા કરી છે. વિશ્વના મહાન વિચારકનાં ચિંતન અને પુરુષાર્થની દિશા સમજવામાં આથી સામાન્ય વાચકને કીમતી મદદ થશે. એ રીતે વિશ્વ વધારે વાત્સલ્યમય થશે.
ડો. મોતીભાઈ પટેલે અમારી વિનંતીને માન આપી, આ સુંદર વાર્તાના આવકાર રૂપે ધનિકશાહીની આફત” એ મથાળે બે બેલ લખી આપ્યા છે, તે બદલ આભાર માનવામાં સુજ્ઞ વાચકો પણ અમારી સાથે જોડાશે. નવજીવન સંસ્થાના કાર્યકર્તાઓ તથા કલાકારો, તથા ચિત્રકાર શ્રી. રજની વ્યાસે આના સુરમ્ય, સુઘડ અને સ્વચ્છ પ્રકાશનમાં જે મદદ કરી છે, તે માટે અમે તે સૌનો હૃદયપૂર્વક આભાર માનીએ છીએ.
આવી ધરખમ નવલકથાનો આવો મનોહર રોચક સંક્ષેપ આપવા માટે શ્રી. ગોપાળદાસ પટેલને ફરીથી અભિનંદન આપીએ છીએ; અને છેવટે, ગુજરાતી વાચકવર્ગ અમારી આ પ્રવૃત્તિને આવકારીને, અમારી સંસ્થાને આવાં સુંદર પ્રકાશન માટે પ્રેરણું આપ્યું જાય છે, એ બદલ તેનો આભાર માનવાની રજા લઈએ છીએ. તા. ૧-૬-૬૬
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org