________________
થોડા સમય બાદ
૪૫૭ તેણે હેરિટના પ્રશ્નનો જવાબ આપતાં કહ્યું, “બહુ સારી હાલત નથી, મિસ.”
પણ તમે તો મને એમ કહ્યું હતું કે, તેની સ્થિતિ સુધરતી જાય છે!”
પણ પછી મિસિસ વિકામ જોડે વધુ ચર્ચામાં ઊતર્યા વિના હેરિયેટ ઉપરને માળ ગઈ. પહેલા ઓરડામાં એક વૃદ્ધા બારી બહાર અંધારા તરફ શૂન્ય નજરે જોતી બેઠી હતી. અંદરના ઓરડામાં એક ચેખી પથારીમાં એક મનુષ્ય-આકૃતિ સૂતેલી દેખાતી હતી. તે ઍલિસ હતી. તેણે હરિયેટને જોતાં જ તેમના તરફ માં આવે તે રીતે ઓશિકા ઉપર માથું જરા જોર કરીને ફેરવ્યું.
ઍલિસ, હું આજે જરા મોડી થઈ, ખરું?”
“તમારા આવવાની રોજ હું એટલી રાહ જોયા કરું છું કે, તમે હંમેશ મને મેડાં આવતાં જ લાગો છો, જ્યારે ખરી રીતે તમે વહેલાં જ આવ્યાં હો છે.”
આજે સારું છે, બહેન?”
બહેન, સારું હોય કે નરસું હોય – એ બધે એકાદ-બે દિવસનો ખેલ છે. માટે એ વાતની હવે બહુ ચિંતા ન કરશે.”
મિસિસ વિકામે પણ એ બાબતમાં સંમતિસૂચક ડોકું હલાવ્યું, જોકે, દવાને વખત થયો હેઈ, દવા તૈયાર કરવા તે તે ગઈ જ.
ઍલિસે આગળ ચલાવ્યું: “દુરાચાર, અને પશ્ચાત્તાપ, મુસાફરી, તંગી, આહવા, અંદરનું તોફાન, બહારનું તોફાન – એ બધાંએ મારું શરીર ઘસી નાખ્યું છે, એટલે હવે એ બહુ ટકવાનું નથી જ. પણ અહીં પડ્યાં પડ્યાં કોઈ કોઈ વાર મને એવું થઈ આવે છે, બહેન, કે ડું વધુ જીવું, તો તમે મારી પાછળ જે મહેનત લીધી છે, તે છેક એળે નથી ગઈ, એટલું હું તમને બતાવી શકે.”
મિસિસ વિકામ એલિસને દવા પાઈ કમરાની બહાર ચાલી ગઈ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org