________________
૧૫૫
નવા ચહેરા જુઓ સાહેબ, બેંગસ્ટોક વંશના લોકોને “સ્ત્રી ના પાડે” એ જાતની મુશ્કેલી હોતી જ નથી. જોકે, બેંગસ્ટક વંશનો હુમલો ન હોવા છતાંય એડિથે ધાર્યું હોત તો તે અત્યારે આગમચ વીસેક વખત પરણું ચૂકી હોત, પણ એ બહુ અભિમાની બાઈ છે.”
મિ. ડેબીએ એ બદલ એડિથની મને મન પ્રશંસા જ કરી.
“અલબત્ત, એ બહુ ઊંચી કરીને ગુણ છે, એ હું કબૂલ રાખું છું, ડાબી ! તમે પોતે જ એ ગુણના અવતાર સમા છે, અને તમારો મિત્ર બુદ્દો- જો” તમારા એ ગુણને કારણે જ તમારો આ ગુલામ બની રહ્યો છે.”
તે પછીના દિવસોએ એ બે મંડળીઓ અવારનવાર જ્યાં ત્યાં સામસામી ભેગી થતી જ ચાલી. આમ ત્રણ કે ચાર વખત બન્યું, એટલે મેજર ઑગસ્ટકને લાગ્યું કે શિષ્ટાચાર ખાતર પણ મિસિસ
ન્યૂટનને હવે ઘેર મળવા જવું જોઈએ. અને એ પ્રમાણે સમય ભાગીને બંને જણ તેમને ત્યાં જઈ પણ પહોંચ્યા.
મિસિસ સ્કયૂટન સારા ફેશનેબલ લત્તામાં આવેલા અને તેથી મોકળાશ વિનાના ફલૅટમાં ઊતર્યા હતાં. મુલાકાતને સમયે તેમણે પિતાની જાતને શણગારવામાં માથું રાખી ન હતી. તેમને તેમના જુવાન દિવસોમાં તેમને કોઈ પ્રસંશકે કિલયોપેટ્રા રાણું સાથે સરખાવેલાં, એટલે અત્યારે પણ તે સામાન્ય સેફા ઉપર બેસતી વખતે રાજસિંહાસન ઉપર દુનિયાભરની ખંડણું ઝીલવા બેઠા હોય, એ અદાથી જ બેસતાં.
એડિથ આજે રાજ કરતાં વધુ ઘમંડભરી અને તેથી વધુ સુંદર દેખાતી હતી. એડિથના સૌંદર્યની એવી ખાસિયત હતી કે, તેના તરફથી સહેજ પણ કોશિશ વિના અને ખાસ કરીને તેની મરજી વિરુદ્ધ જ તે પ્રગટી ઊઠતું. આ લોકો આવ્યા ત્યારે તે બહાપ*
* એક તંતુવાદ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org