________________
૧૫૬
ડેબી એન્ડ સન વગાડતી હતી. પરંતુ તેમને આવેલા જાણે તેણે એ વગાડવાનું તરત બંધ કરી દીધું.
મિ. ડેબીએ તેના તરફ નજર કરીને પૂછ્યું, “અમે તમારા સંગીતમાં ડખલરૂપ તો નથી બન્યા ને ?”
“તમે ? જરાય નહિ.”
“તો પછી વહાલી એડિથ, તે બંધ કેમ કરી દીધું ?” ક્લિયોપેટ્રા રાણી બેલી ઊડ્યાં.
“બસ મારી મરજીથી મેં શરૂ કર્યું હતું, તેમ મારી મરજીથી મેં બંધ કરી દીધું, વળી.”
કિલોપેટ્રા રાણુએ પુત્રીની આડોડાઈને છાવરવા પિતાની જૂની ફરિયાદ આલાપવા માંડી – “બધું કેવું કૃત્રિમ બની રહ્યું છે? આ શિષ્ટાચાર – વિનયવિવેક બધું કેવું ઉપર-ઉપરનું હોય છે ? મિત્ર ડોબી, મારું તો માનવું છે કે, આ બધો કૃત્રિમ શિષ્ટાચાર આપણું અંતરની સ્વાભાવિક લાગણીઓને નાહક સુંધી રહ્યો છે. લોકો શા માટે સ્વાભાવિક – કુદરતલક્ષી નહિ બનતા હોય ? કુદરતમાં – કુદરતીપણામાં જે છે, તે જ ખરી જીવંત વસ્તુ છે. બાકી તો બધો કેવળ બાહ્યાડંબર છે – કેવળ બીજાઓને દેખાડવાને, ખરું ને ?”
મિ. ડેબી આજે આ ઘરમાં બધું જ માની લેવા તત્પર હતા.
જવા દો, વાત !” મેજર બેલી ઊઠડ્યા; “દુનિયાને નર્યા જે. બી. એથી જ, બુદ્દા-“જ” લોકોથી જ ભરી ના કાઢે, ત્યાં સુધી બધું ઉપર ઉપરનું – દેખાડનું જ ચાલવાનું, મેડમ! સાચા દિલની વાત નહીં જ મળવાની !”
તું તોફાની કાફર, ચૂપ રહીશ?”
ક્લિયોપેટ્રા રાણીને આદેશ છે, અને એન્ટની બેંગસ્ટોક માથે ચડાવે છે,” મેજરે રાણુને હાથને ચુંબન કરતાં જણાવ્યું.
અહીં તમને બહુ સોબત હોય એમ લાગતું નથી?” મિ. ડેબીએ એડિથ તરફ જોઈને પૂછયું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org