________________
કર૦
ડેબી ઍન્ડ સન, આગ્રહ કર્યો, પરંતુ હું તેમને એ બાબતની આવશ્યકતા વિષે પૂરી ખાતરી નથી કરાવી શક્યો, એમ મને લાગે છે. એટલે મેં તેમને જણુવ્યું કે, મારે ફરીથી જે એ બાબતનો આગ્રહ તેમને કરવો પડશે, કે તેમને ટોકવાની જરૂર પડશે, તો હું તમારી મારફત તેમના ધ્યાન ઉપર એ વસ્તુ લાવીશ.”
કાર્કર જાણે નવાઈ પામી તેમના મેં સામું જોઈ રહ્યો. “કાર્કર, હું તમને એમ કહેવા માગું છું કે, તેમની આગળ
આગ્રહ જ ચાલશે. મારી અવગણના કે અનાદર કાઈ ન કરી શકે. મિસિસ ડોમ્બીએ સમજવું જ જોઈએ કે, મારી ઈચ્છા એ જ કાયદો હોવો જોઈએ; અને મારા આખા જીવનને એ નિયમનો હું કઈ પણ અપવાદ માન્ય રાખી શકું તેમ નથી. એટલે મારું આ કામ પણ તમારે મારા તરફથી સોંપાતાં બીજાં કામોની પેઠે જ પાર પાડવાનું છે –– ભલે તમને એ કરવા જતાં અમુક સ્વાભાવિક સંકોચ થતો હોય.”
“તમે જાણો છો કે, મને તો તમારે હુકમ જ કરવાનું હોય છે; પછી તે હુકમ પાર પાડતાં, હું બીજો કોઈ વિચાર કરતો જ નથી.”
હા હું જાણું છું કે, તમારે મન મા હુકમ એ કેવી મહત્ત્વની બાબત બની રહે છે. સાથે સાથે હું કહી દઉં કે, છેવટના મેં જ્યારે મિસિસ ડોલ્બી સાથે આ અંગે વાતચીત કરી, ત્યારે તે બેડાં ડઘાયાં છે અને નરમ પડયાં છે, એમ મને લાગ્યું. એટલે તે વાતચીતની યાદ તેમને આપીને તમારે તેમને કહેવાનું છે કે, તેમણે તે પ્રમાણે હજુ તેમનું વર્તન સુધારી લીધું નથી, અને હું તેથી બહુ નાખુશ છું. અને તેથી જે હજુ પણ તે તેમની રીતભાત નહિ સુધારે, અને જૂનાં મિસિસ ડેસ્મીની જેમ મારી ઈચ્છાઓને અનુકૂળ બનવાની વૃત્તિ નહીં રાખે, તે મારે તમારી મારફતે બીજી પણ ઘણી કડવી તાકીદો તેમને મોકલવી પડશે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org