________________
મિ. ડીને પ્રવાસ
૧૪૭ મિ. ડોમ્બીના મેં ઉપર ગુસ્સાની ઝાળભરી છાયા ફેલાઈ વળી.
બસ, આ વિષય ઉપર જોસફ બૅગસ્ટકને મેંએથી વધુ કાંઈ જ નહિ નીકળી શકે, સાહેબ “જો એ કંઈ પીઠ પાછળ સ્ત્રીઓની વાતો કરનાર માણસ નથી. પણ પ્રસંગો એવા હોય, કે જ્યારે તેણે બલવું જ જોઈએ, ત્યારે તે જરૂર બોલવાનો જ. જ્યારે પોતાના કઈ ભલાભોળા મિત્ર ઉપર એ સ્ત્રી એંઠી નજર નાખી રહી હોય કે પિતાના પંજા ફેલાવી રહી હોય, ત્યારે મેજર ઑગસ્ટક ચૂપ રહે એવી આશા તેની પાસે ન રાખશે, મેડમ! ભલેને તમારી જાદુગરીની શક્તિ ગમે તેવી ખતરનાક હોય ! ” આ છેલા શબ્દો સામે દેખાતી મિસ ટકસને ઉદ્દેશીને મેજર બોલ્યા હતા, એ કહેવાની જરૂર નથી.
નાસ્તો પતવી બને જણ સ્ટેશને આવ્યા. ગાડી ઊપડવાની વાર હતી, એટલે મિત્ર ડોમ્બી અને મેજર પ્લેટફોર્મ ઉપર આમ તેમ આંટા મારવા માંડયા. એંજિન પાસે જ્યારે જ્યારે તેઓ આવતા, ત્યારે ત્યાં ઊભેલો એક માણસ પોતાની હેટને હાથ અડકાડી તેઓને સલામ ભરતો. એક વાર તો પછી તે આ લોકોની સામે જ આવ્યો અને ટોપ માથા ઉપરથી ઉતારી મિત્ર ડાબીને સંબોધીને બે –
માફ કરજો સાહેબ, પણ ભલાચંગા તો ખરાને ?”
એ માણસનાં કપડાં રેલવેની રાખ, રોટી અને તેલથી એવાં થઈ ગયાં હતાં કે, મૂળ વરદીને જ રંગ એળખાય તેવો ક્યાંય રહ્યો ન હતો. તે ટૂડલ હતો. તેણે સાથે સાથે જ ઉમેર્યું, “હું જ સાહેબ, એંજિનને કોલસાથી ધમધમાવીને તમને ગડગડાવી જવાનો છું !”
આટલું કહ્યા છતાં મિ. ડાબીને કશો ભાવ બતાવતા ન જોઈ તેણે પોતાની ખાસ ઓળખાણ આપી : “મારી ઘરવાળી પેલી સાહેબ, જેને તમારા ઘરમાં રિયાઝ કહેતા, તે તમારા દીકરાની નર્સ હતી સાહેબ !”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org