________________
૧૫ર
ડી એન્ડ સન મારા મિત્ર ડેબી, પરંતુ, કુદરતી સંદર્યના કદરદાન છે; તે આ દુનિયાના સૌથી મોટા શહેરની એક સંભાવિત જાણીતી વ્યક્તિ છે—”
રહેવા દે; એમનાથી અને એમના વૈભવથી કોણ પરિચિત નથી ?” મિસિસ ક્યૂટને જવાબ આપ્યો.
મિડોમ્બીએ એ વખાણનો સ્વીકાર પોતાની ડોક થેડી નીચી નમાવીને કર્યો. પેલી યુવતી એ બધું તીરછી ઝીણી આંખે તુચ્છકારપૂર્વક જોઈ રહી.
મિ. કૅમ્બીએ તેને પૂછયું, “તમે અહીં જ રહો છો, મેડમ ?”
ના, ને; અમે ધણી ઘણું જગાઓએ ફર્યા કરીએ છીએ. સમાને એક જગાએ સ્થિર થઈને રહેવા કરતાં જુદાં જુદાં સ્થળોએ ફરવાનું બહુ પસંદ છે.”
“જોકે એડિથને એ વસ્તુ પસંદ નથી.” મિસિસ ક્યૂટને પુત્રીની વાતમાં ઉમેરો કર્યો.
પણ આ બધાં સ્થળામાં જુદાપણું જેવું જ હવે શું રહ્યું છે? બધે એકસરખું જ જીવન થઈ ગયું છે.” એડિથે તુચ્છકારથી કહ્યું.
સાચું પૂછે, મિ. ડોબી, તો હું ગોવાળણ થઈ ગાયો વચ્ચે જ રહેવાનું વધુ પસંદ કરું. પણ જીવનની શરૂઆતથી ભારે “સોસાયટી માં જીવન ગાળવાનું જ આવ્યું, અને મારી અંતરની ઈચ્છાઓનું એ સોસાયટીને બલિદાન ચડાવવું પડયું. મને તે સાચું હૃદય બહુ ગમે – ખુલ્લાદિલી, વિશ્વાસ, કૃત્રિમતા સિવાયનો અંતરને મુક્ત વ્યવહાર ! પણ આજકાલ બધે કૃત્રિમતા સિવાય કશું સામું મળતું જ નથી. ચારે તરફ નિર્ભેળ કુદરત જ હેય, એવું મારે તો જોઈએ.”
તો ચાલો ને મા, કુદરત તરફ જ ચાલેને, તમે તો વચ્ચે અહીં જ રોકાઈ પડયાં!” પેલી યુવતી કટાક્ષમાં હોઠ જરા મરડીને બેલી. તરત પેલા ખુરસી ધકેલનારે પિતાનું માથું ખુરસીને જોડી દીધું અને ખુરસી આગળ ગબડવા માંડી.
* સમાજનાં ફેશનેબલ લોકે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org