________________
વિટિંગન લૉર્ડ મેયર ઓફ લંડન' શેરીઓના રખડતાં બધાં છોકરાં તેની ઉપર કેવળ મજાક ખાતર જ તૂટી પડતાં. કોઈ કાગડો મેરનાં પીંછાં પહેરીને આવે, અને બીજા કાગડા તેની ઉપર તૂટી પડે, તે ભાવથી જ પહેલે જ દિવસે તેના ઉપર પ્રથમ કાંકરા વરસ્યા; અને પછી એકાદ મોટા છોકરાએ વધુ નજીક આવી તેના માથા ઉપરથી ટોપી ઉરાડી નાખી; પેલો બિચારો ટોપી લેવા દોડયો, તો બીજા છોકરા લાતો મારી તે ટોપીને ગટરના પાણીમાં લઈ ગયા; અને પછી તો તેને પોતાને જ આખે ઉપાડી ગટરમાં ઝબકાળી દીધો. તે આજે નિશાળે ગયો હતો ત્યારે સંસ્થાનો પિશાક મેલ કરીને આવવા બદલ તેને માસ્તરે ખૂબ માર માર્યો હતે. એ માસ્તરમાં બીજી કશી આવડત જ ન હતી; પણ નાનાં છોકરાં છળી મરે એ તેના મન કઠોર દેખાવ, અને સોટી ઝટ વાપરી બેસવાની તેની લઢણુ – એટલી લાયકાતને કારણે જ તેને એ ધર્માદા સંસ્થામાં માસ્તર તરીકે રાખવામાં આવ્યો હતો.
બાઈલર નિશાળેથી છૂટયો, ત્યારે છોકરાઓ આજે પણ તેની રાહ જોઈને બેઠા હોય તો તેમને ટાળવા ખાતર જ બીજા વાંકાચૂકા રસ્તે થઈને તે ઘેર આવવા લાગે. મુખ્ય રસ્તા ઉપર છેવટે તે આવ્યો તે વખતે જ, કસાઈને એક જુવાનિયા છોકરાની આગેવાની હેઠળ તોફાન કરવા ભેગું થયેલું રખડેલ છોકરાંઓનું એક ટોળું તેના ઉપર તૂટી પડ્યું.
તેની મા પોલીએ તે જ વખતે તેને દૂરથી જોઈ લીધું. તરત નાનકડા પલને સુસાનના હાથમાં સોંપી તે પેલા ટોળા તરફ પોતાના છોકરાને બચાવવા દોડી.
પણ અનર્થો આવવા માંડે ત્યારે હંમેશાં ટોળાબંધ જ આવે છે. સુસાન પલ તથા ફલૅરન્સને સાચવતી આમતેમ રસ્તા ઉપર રઘવાઈ થઈને આંટા મારતી હતી, તેવામાં એક ઘોડાવાડી જેરથી તેમની ઉપર ધસી આવી. આસપાસના લોકોએ જરા ખબરદારી દાખવીને એ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org