________________
ડેએ ઍન્ડ સન આ ઉપરાંત કેપ્ટન કટલે પણ નિમંત્રણ ન હોવા છતાં, દેખી કુટુંબ સાથેના સંબંધને કારણે પોતાની ફરજ ગણી, ગેલરીમાં હાજર રહેવા નકકી કર્યું હતું, જેથી શુભેચ્છાદર્શક કંઈક નિશાની કરીને મિત્ર ડમ્બાને અભિનંદન આપી શકાય.
આ તરફ મિ. ડોબીના ઘરમાં મેજરે વહેલી સવારે પહોંચી કેમ છો ?” એવા પ્રશ્ન સાથે ખુશીસમાચાર પૂછળ્યા, તથા હસતાં હસતાં જણાવ્યું કે, “મારું ચાલે તો ડાબી, આજ લગ્ન-વિધિ ડબલ લગ્નને બનાવી મૂકું અને દીકરીને તમે, તો માને હું જ પરણી નાખું! ”
મિડેન્મી એ સાંભળીને હસ્યા પણ, પણ પિતાની જે સાસુ થવાની છે, તેની મશ્કરી બીજાઓ કરે, એ તેમને પસંદ ન આવ્યું.
પછી મેજરે બીજે સપાટ લગાવ્યો : “ડેબી, હું તમને અભિનંદન આપું છું; થોડા કલાકમાં તમે એક સૌંદર્યવતી સ્ત્રી પામવા માટે આખા ઈંગ્લેન્ડના પુરુષોની ઈર્ષાની વસ્તુ બની રહેશે.”
આ કથન પણ મિ. ડેબીને ગળે બહુ ન ઊતર્યું; કારણ કે, ખરી રીતે પોતે એક સ્ત્રીને ભારે પ્રતિષ્ઠા બક્ષવાના હતા, અને એ કારણે એ સ્ત્રી સૌની ઈર્ષાની વસ્તુ બની રહેવી જોઈએ.
પણ પછી મેજરની છેલ્લી ઉક્તિ યાચિત હતી :
“અને સાહેબ, એડિથ ગેંગરની બાબતમાં કર્યું, તે આખા યુરોપમાં એક સ્ત્રી એવી નહિ હોય, જે તેની જગા લેવા માટે પોતાના કાન, કાનનાં એરિગે સાથે બદલામાં આપી દેવા તૈયાર ન થાય!”
તમે એમ કહે છે, તે તમારી સજજનતા છે, મેજર, મિ. ડોબીએ હવે ખુશ થઈને કહ્યું.
જુઓ ડોમ્બી, તમે એ વાત બરાબર જાણે છે, ખરું કે નહિ ? મારી આગળ બેટી નાજુકાઈ ન દાખવશે, સાચેસાચું કહી દે; બુટ્ટા જોસફ બી. ની પેઠે જ – બુટ્ટા થઈને. કે પછી તમારે મારી સાથે કેવળ ઉપરએટિયે શિષ્ટાચારને જ સંબંધ રાખવો છે?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org