________________
વાપાત ફર્લોરન્સ તરત દાદર ઊતરી નીચે ગઈ. તેના પિતા સવારનું ગાઉન પહેરેલી હાલતમાં કમરાની બહાર આવ્યા એટલે તેમને ખબર સંભળાવવામાં આવ્યા છે, તેમનાં પત્ની રાતના ઘેર પાછા આવ્યાં નથી. મિ. ડોમ્બીએ એડિથ જે ઘોડાગાડીમાં ગઈ હતી તેના કોચમેનની તપાસ કરવા નોકરને દોડાવ્યો. દરમ્યાન તેમણે ઉતાવળે કપડાં પહેરી લીધાં.
પેલો નોકર કેચમેનને લઈને પાછો આવ્યો. તેણે જણાવ્યું કે, તે તો દશ વાગ્યાને ઘેર પાછો આવી ગયો હતો. એડિથને તે એમને જૂને ઘેર લઈ ગયો હતો (જ્યાંથી તેમનું લગ્ન થયું હતું) —- અને ત્યાં મિ. કાર્કર આવેલા હતા. મિ. કાર્કરે જ કાચમેનને “હવે ઘડાગાડીની જરૂર નથી,” એમ કહી, પાછા ઘેર મેકલી દીધો હતો.
મિ. ડોબીનું માં સફેદ થઈ ગયું. તેમણે તરત મિસિસ ડોમ્બીની તહેનાતબાનુને તેડાવી મંગાવી. તેણે જણાવ્યું, “મારાં માલિકણે મને રાતે બહાર જતી વખતે એમ કહીને વિદાય કરી દીધી હતી કે, હવે રાત દરમ્યાન મારી જરૂર નહિ પડે. હું અત્યારે જ તેમના કમરામાંથી સીધી ચાલી આવું છું, પણ અંદરનો કપડાં બદલવાનો ઓરડો બંધ છે અને તાળામાંથી ચાવી કાઢી લીધેલી છે.”
તરત જ મિ. ડોબીએ પાસે પડેલી મીણબત્તી ઉપાડી લીધી અને તે દેડતા દાદર ચડી એડિથના કમરા તરફ ધસી ગયા.
ફરન્સ તરત જ બાવરી બની પોતાના કમરામાં પેસી ગઈ મિ. ડાબી એડિથના કમરામાંના કપડાં બદલવાના ઓરડાના બારણાને જોર કરી તોડવા પ્રયત્ન કરતા હતા, એવું તેને સંભળાયું. બારણું તૂટયું એટલે તે અંદર પેઠા. ત્યાં તેમણે શું જોયું? કોઈને ખબર ન પડી.
એ કમરાની વચ્ચે એડિથે પોતાનાં બધાં ઘરેણાંનો ઢગલો કર્યો હતો – પોતાનાં બધાં કપડાંનો ઢગલે કર્યો હતો – પોતાની બધી ચીજોનો ઢગલે કર્યો હતો.
મિ. કૅમ્બીએ એ બધું ખાનામાં તથા કબાટમાં ભરી લઈ તાળાં લગાવી દીધાં. પછી ટેબલ ઉપર કેટલાક કાગળ પડેલા તેમણે જોયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org