________________
૨૩ સ આગળ વધે છે
મિત્ર
1૦ કાકરે પાછા ફરતી વખતે રેબને પોતાની સાથે દોડવા દીધો નહિઃ તેને કહેવાની વાત પૂરી થયે એને છૂટો પાડી દીધો. પછી એકલા જ પિતાની યોજનાઓના વિચારમાં ને વિચારમાં તેમણે ઘેડાને મિ. ડોબીના મકાન તરફ લીધો. જ્યારે તે ત્યાં આવી પહોંચ્યા, ત્યારે તેમણે એક વિચિત્ર દશ્ય જોયું : એક કૂતરું એક માણસને વળગ્યું હતું અને બચકાં ભરવા જતાં તેનાં કપડાંની બૂરી ગત બનાવી રહ્યું હતું. એ દશ્યનાં પાત્રમાં જે માનવવંશીય હતું, તે હતા મિત્ર ટ્રસ.
મિ. ટ્રસ બ્રાઈટનમાં ડે. લિંબરની સંસ્થાના વડા” વિદ્યાર્થી હતા, એ આપણે જાણીએ છીએ. નાનકડા પલ ઉપર તેમને પહેલેથી ખાસ ભાવ હતો, અને તેના માનીતા કૂતરા ડિજિનિસને તે જ બ્રાઈટનથી લઈ આવીને ફરન્સને સુપરત કરી ગયા હતા, એ બધું આગળ આવી ગયું છે.
મિત્ર ટ્રસ પોતે હવે બ્રાઇટનમાંથી છૂટા થઈ ગયા હતા, અને ગૃહસ્થ- અથવા – સદ્ગહસ્થ બનવાને પંથે હતા. તેમના હાથમાં પિતાની મિલકતની ભાળવણું આવતાં, તેમણે એક મકાન લંડનમાં રાખી લીધું અને પછી તેને પોતાના અનોખા ખ્યાલો મુજબ સજાવવા માંડયું. તેમણે બ્રાઈટનના “બ્લેક બેજર પીઠાના એક કાયમની મુલાકાતી ગેમ-ચિકન નામના માણસને પોતાના સલાહકાર અને માર્ગદર્શક તરીકે નિમ્યો-જે દર અઠવાડિયે ત્રણ વખત તેમની મુલાકાત લેતા અને દરેક મુલાકાતની સાડાદશ શિલિંગ ફી વસૂલ કરતો.
૧૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org