________________
સજા!
૪૬૭ પિતાની અત્યારની એકલવાઈ હતાશ સ્થિતિ ઉપરથી, ફલેરન્સની પોતે પહેલેથી કરી મૂકેલી તજાયેલી સ્થિતિની કલ્પના તેમને આવવા લાગી.
પોતે બીજું લગ્ન કરીને આવ્યા, ત્યારે પણ એ બાળકીએ, પિતા નવા લગ્નથી સુખી થાય એવી જ શુભેચ્છા વ્યક્ત કરી હતી. તેણે એ બીજા લગ્નને કારણે પિતા પ્રત્યે જરા સરખો અણગમે દર્શાવ્યો ન હતો. એ છોકરી જ પિતા પ્રત્યે સળંગ એકસરખે ભાવ-પ્રેમ દાખવતી આવી હતી. તેમનો પુત્ર માટીમાં મળી ગયો; તેમની નવી અભિમાની પત્ની હીણપતમાં છેક જ ધૂળભેગી થઈ ગઈ તેમનો ખુશામતિ સાથી મિત્ર ખરાબમાં ખરાબ બદમાશ નીવડશે; તેમની મબલક ધનસંપત્તિ જાણે હવામાં ઊડી ગઈ આ ઘરની ભીંતે પણ તેમના તરફ જાણે અજાણ્યાની પેઠે ઘૂરક્યા કરે છેપણ ફરન્સ હમેશાં તેમના પ્રત્યે ભાવ-પ્રેમ જ દાખવતી આવી હતી ! તે કદી બદલાઈ ન હતી – તેનો એમના પ્રત્યેનો ભાવ કદી ઘટયો ન હતો ! પણ એ છોકરી જ હવે ચાલી ગઈ છે ! પોતે જ તેને હાંકી કાઢી છે !
પોતાના ઘમંડમાં આખી દુનિયાને તેમણે ઠેબે ચડાવી છે. પિતાનું સર્વસ્વ પડાવી જનાર એ દુનિયા પ્રત્યે તેમણે જરાય નમ્રતા કે દીનતા દાખવી નથી. તેમને પ્રત્યે સહાનુભૂતિ કે કરુણાભાવ દાખવતી કે તેમના પ્રત્યે અવજ્ઞા અને તુચ્છકાર દાખવતી દુનિયાની તેમણે યત્કિંચિત પરવા કરી નથી.
પણ ફૉરન્સ અત્યારે હોત તો ? તો તેની તે એવી જ અવજ્ઞા કરત ખરા ? ના, ના !
ફલૅરન્સ વિષેના આ બધા વિચારે, અલબત્ત, તેમને તેના પતિ ઑલ્ટરને કાગળ મળ્યા પછી આવવા લાગ્યા હતા. જે તે પાસેના કમરામાં હોત, કે પાસેની શેરીમાં થઈને જતી હેત, તો તે તેની સરસા પણ ન ગયા હોત, કે તેની ઉપર તેમણે નજર પણ ન નાખી હોત. પણ તે દૂર ચાલી ગઈ છે એ નણ્યા પછી અને હવે પાછી કયારેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org