________________
ર૬ર
ડેબી એન્ડ સન મારી દીકરી ન હોય; મારી લાડકી લિસ કોણ જાણે ક્યાં હશે ? તેઓએ મારી એ ફૂટડી દીકરીને મારી નાખી !”
ના, ના, તમારું નામ મારવૂડ સાચું હોય, તો એને હજુ પેલાએ મારી નાખી નથી શક્યા એ પણ સાચી વાત છે.”
તો તમે મારી દીકરીને જોઈ છે? તેણે મને કશો સંદેશ લખી મોકલ્યો છે ?”
“તેણે એમ કહ્યું હતું કે, તમે વાંચી શકતાં નથી.”
નથી જ વાંચી શકતી તે,” પેલીએ હાથ આમળતાં કહ્યું. “તમારે અહીં દીવો નથી ?” ડિસીએ પોતાની ફૂટડી દીકરી વિષે રગરગાટ કરતાં કરતાં એક ખૂણના તાકામાંથી મીણબત્તીનું ઠુંઠું કાઢયું અને દેવતામાં બેસી, ગમે તેમ કરી તેને સળગાવી, ટેબલ ઉપર મૂકયું અને પૂછયું –
“તે ઍલિસે તમારી મારફત મોંએ સંદેશો કહાવ્યો છે?” મારા માં સામું જુઓ તો, મા,” પેલી મુલાકાતી બાઈએ
ડોસીએ તરત મીણબત્તી હાથમાં લઈ, તેના માં સામી ધરી, અને તરત જ મીણબત્તી પાછી ટેબલ ઉપર મૂકી દઈને તે પેલીના ગળે જ વળગી પડી.
“મારી દીકરી ! મારી લાડકી ! જીવતી પાછી આવી ! મારી એલિસ!” આટલું કહીને તે જમીન ઉપર બેસીને દીકરીના ઢીંચણે વળગી પડી તથા ત્યાં પોતાનું માથું ધીમેથી પછાડવા લાગી.
એલિસ માની આ વિચિત્ર ચુંગલમાંથી છૂટવા ખેંચાખેંચી કરવા લાગી. તેણે એક આંચકો મારીને કહ્યું, “મા, મા, આ શું કરે છે ? ઊભાં થાઓ; તમારી ખુરશીમાં બેસી જાઓ. આમ કરવાથી શો ફાયદો, વારુ?”
લે, મારી દીકરી ગઈ હતી તેના કરતાં કેવી નહેર થઈને આવી છે! આટલાં વર્ષે તે પાછી મળી હેય ને મને કશું ન થાય? પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org