SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ४०२ ડી એન્ડ સન ઊંડાં ઊતરી ગયેલાં ગાલ અને આંખે, તથા ચિંતામાં ડૂબી ગયેલું તેનું વ્યક્તિત્વ બીજી જ વાત જાહેર કરતાં હતાં. અને દુનિયા ! બહારની દુનિયા તેને વિશે શું વિચારે છે, તેને વિષે શું કહે છે, એ ચિંતા તેના મનમાંથી નીકળતી જ નથી. તે જ્યાં જ્યાં જાય ત્યાં ત્યાં એ દુનિયા તેની સામે મેજૂદ હોય છે; અને નવાઈની વાત તો એ કે, જ્યાં તે ન હોય, ત્યાં પણ એ દુનિયા બેઠી બેઠી એની જ વાતો કર્યા કરે છે ! જુઓ ને, એડિથનો પિત્રાઈ ફિનિક્સ આ સમાચાર સાંભળી, દૂરથી એની સાથે એ વાત ઉપાડવા જ દોડી આવ્યો છે, અને મેજર ઑગસ્ટક પણ તેની સાથે એ જ હેતુથી આવ્યા છે. મિ. ડાબી ગૌરવપૂર્વક સ્વસ્થતાના દેખાડ સાથે તેમને આવકારે છે; અને જાણે કશું બન્યું ન હોય એમ કહે છે, “વસંતમાં પણ આ વખતે ટાઢ જરા વધારે છે, નહિ !” મેજર ઑગસ્ટક તરત જ બોલી ઊઠે છે, “માફ કરજો મહેરબાન, પણ જોસફ બૅગસ્ટોક આવી ઉપર ઉપરની બનાવટ કરવાનું જાણતો નથી –- જુઓ ડોબી, તમારે તમારા મિત્રોને દૂર જ રાખવા હોય, તો સીધું જ કહી દે, એટલે અમે આવ્યા તેવા અહીંથી વિદાય થઈ જઈએ. પણ બુદ્દો જે. બી. જે આવ્યો જ છે, તો મુદ્દાસરની જ વાત કરશે–આવી હવા ફવા કે ઠંડી બંડીની નહિ.” મિ. ડબ્બી ડોકું હલાવી મેજરની વાત સ્વીકારી લે છે. તો ડોમ્બી, હું દુનિયાદારીને માણસ છું, અને આપણું મિત્ર આ ફિનિક્સ પણ દુનિયાદારીના માણસ છે. અને ડાબી, તમે તો છે જ. અને આમ દુનિયાદારીના ત્રણ માણસો એકઠા થાય, અને અરસપરસ પૂરેપૂરા મિત્ર હોય – ” તદ્દન મિત્રો, મને ખાતરી છે; પરમ મિત્રો, વળી.” પિત્રાઈ ફિનિકસ બેલી ઊઠે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy