________________
મજાક કરવા અટલે એ
સદગ્રહસ્થ
કેપ્ટન કટલ ધૂળ ભેગા થઈ જાય છે ૨૪૭ પી લો; વધારે પડતું ચડવું હોય ત્યારે એ જ સારામાં સારી દવા કહેવાય; આમ ભાગાભાગ કરવી એ નહિ!”
દીકરા– તમે મારા દીકરા જેટલી જ ઉંમરના છો એટલે એ શબ્દ પાછો નથી ખેંચી લેતો – પણ તમને આવી મજાક કરવામાં આનંદ આવે છે તે જોઈ મેં તમને જે ગૃહસ્થ માની લીધા હતા, તે તમે નથી એમ મને લાગે છે; અને એવું મને લાગે છે એટલે મારા મનની ચિંતા એર વધી જાય છે. એ બિચારો છોકરો આ મુસાફરીએ તમારા હુકમોથી ગયો, તે પહેલાં તેણે મને કહ્યું હતું કે, તેને ત્યાં મોકલવામાં આવે છે, તે એના ભલા માટે કે બઢતી માટે મોકલવામાં નથી આવતે, એવું તેને લાગતું હતું. મેં તેને મારી માન્યતા કહી સંભળાવી અને જણાવ્યું કે, તેની ભૂલ થાય છે... અને તેને બઢતી માટે જ ત્યાં મોકલવામાં આવી રહ્યો છે. અને પછી મારી વાત સાચી હતી કે નહિ તેની ખાતરી કરવા હું જાતે અહીં આવ્યો હતો અને તમારા શેઠ ગેરહાજર હતા એટલે તમને મળ્યો હતો. તમે ત્યારે મારી માન્યતાની પુષ્ટિ કરે એવા જ ખુલાસા કર્યા હતા. પણ હવે બધું પતી ગયું છે, એટલે મારે મારા મનની શાંતિ માટે એટલી જ ખાતરી કરી લેવી છે કે, મારી ભૂલ થતી હતી કે નહિ; તેમ જ વરે જે કહ્યું હતું તે મેં તેને બુઠ્ઠા કાકાને ન કહ્યું, એ મેં બેટું કર્યું હતું કે સારું કર્યું હતું. તમારી સાથેની એ મુલાકાત વખતે આપણે બહુ આનંદથી વાતચીત ચલાવી હતી; આજે હું તમને જરા ખિન્ન દેખાતો હઈશ, પણ તેનું કારણ પીવા બીવાનું નથી, પરંતુ વૉલરના સમાચાર જાણે હું સુકાન-બહાર થઈ ગયો છું.”
પણ કેપ્ટન કટલ, મારે તમારી પાસે એક વિનંતી કરવાની
શી બાબતની, સાહેબ ?” “કે તમે ભલા થઈને અબઘડી અહીંથી ચાલ્યા જાઓ.” કેપ્ટનના મોં ઉપર લેહીનું ટીપું જાણે ન રહ્યું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org