________________
ડી ઍન્ડ સન
કપાળમાંથી હંમેશ બહાર કૂદી પડવા તત્પર થઈ હેાય એવી તરતી જ રહેતી; જોકે મિસ ટૅક્સને એ આખામાં હમેશ સાચા લશ્કરીપણાનાં દર્શન થતાં આવ્યાં હતાં.
૪૬
મિસ ટૅક્સ જે મકાનમાં રહેતી હતી, તે તેનું પેાતાનું હતું : અર્થાત કેાઈ મૃત સગાએ વારસામાં પાછળ મૂકયું હતું.
મેજર ખેંગસ્ટૉક હવે જીવનની પાછલી અવસ્થાને ઉંબરે ઊભા હતા, અર્થાત્ જ્યાંથી હવે નીચાં ઉતરાણુ જ બાકી રહ્યાં હોય છે. તેમના બહારના કાટલામાં આકર્ષણનું તે નામ-નિશાન રહ્યું ન હતું, પરંતુ તેમને માંઘલેા હજી જુવાન જ હતા; ખાસ કરીને મિસ ટૅકિસના અંતરમાં હજી આ અવસ્થાએ પણ જે મધુર ભાવે જગાડવામાં તે સફળ નીવડચા હતા, તે જાણી તે મનમાં ને મનમાં આનંદના ડચકારા
વગાડયા કરતા.
પેાતાના નામને વિવિધ રીતે ટૂંકું-લાંબું કરીને ખેલવાની તેમને ટેવ હતી; તથા પેાતાની જાતને સામાન્ય રીતે એ ત્રીજા પુરુષમાં સંમેાધીને જ વાત કરતા. તે કહેતા, “ બિરાદરા ! બુઢ્ઢો જૉશઑગસ્ટીક એક અનેાખી ચીજ છે! જૉયે-બેંગસ્ટોક કંઈ ઝાડ ઉપર ડઝનબંધ પેદા નથી થતા; કુદરતની એક અજાયબી જ કહે। ને ! બુઠ્ઠો-જૉયે તમારી આગળ નિવેદન કરવા રજા લે છે કે, આ ઉંમરે પણ તે અનેક જુવાન સ્ત્રીઓનાં હૃદયાનેા ભાગીને ભૂકા કરી નાખવા શક્તિમાન છે. અરે કેટલાંય હૃદયેા તેને માટે આ ક્ષણેય તડપ્યા કરે છે! પણ બુઢ્ઢો જે બી કાઈ વીસ-નખીતી ચુંગલમાં ઝટ સપડાય એવી મૂર્તિ નથી ! જે ઑગસ્ટોક બહુ ચવડ વસ્તુ છે! લેાઢાના ચણા જ જોઈ લે ! અને પાહે બુઢ્ઢો-જે ભારે કરામતી માણસ પશુ છે, હા ! '' પણ, મિસ ટૅસિ હમણાં હમણાં મેજર તરફ દુર્લક્ષ બતાવવા માંડી હતી. અને એ વસ્તુ બુઢ્ઢા મેજરના લક્ષમાં આવ્યા વિના ન રહી. એક વખત શેરીમાં ભેગાં થતાં જ મેજરે તેને કહ્યું, “ગૂડમૅર્નિંગ, મૅડમ’'
<c
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org