SearchBrowseAboutContactDonate
Page Preview
Page 93
Loading...
Download File
Download File
Page Text
________________ ડેબી એન્ડ સન કેમેય કરીને રહેવા ન દે. હું તો નાનો છોકરો છું, અને કેવળ તમારો ભત્રીજે છું ! એટલે જ તમને ખુશ રાખતાં મને આવડતું નથી. તમને સુખી કરવાનું અને સુખી જોવાનું મને ઘણુંય મન થાય છે; પણ શું કરવાથી તમે સુખી થાઓ, એ મને સમજાતું નથી.” બેટા, તું કહે છે એવી ડોસી આ ઘરમાં પિસ્તાલીસ વર્ષ પહેલેથી જ આવી હોત, તે પણ તારા ઉપર મને જેટલું વહાલ છે, તેટલું તેના ઉપર ન જ હોત.” એ તો હું પણ જાણું છું, કાકા, પરંતુ એ ડોસી હોત, તો તમે તમારા મનનો ભાર જેમ મારાથી છૂપે રાખે છે, તે તેનાથી છૂપો ન જ રાખત. એને તમારા મનની બધી ગુપ્ત વાતો જાણું લેતાં અને તમારો ભાર ઓછો કરતાં આપોઆપ આવડતું જ હોત; મને એ નથી આવડતું.” ના, ના, તને પણ આવડે છે. ” “તો પછી, કહી દે કાકા, કે તમને શી વાતની ચિંતા રહે છે?” “દીકરા, કશી જ વાતની મને ચિંતા નથી; ઊલટો તું જ નકામે ચિતા કર્યા કરે છે. બિચારે બૅટર, એ જવાબ મળ્યા પછી, ઓફિસે જવાનો વખત થયો હોવાથી ચાલતો થયો. બિશસ-ગેટ શેરીને ખૂણે, તે દિવસોમાં, બ્રોગ્લી નામનો દલાલ ગીર તથા હરાજીમાં રાખેલા માલની દુકાન ચલાવતો હતો. તેની દુકાનને બધે માલ સેકંડહેંડ હતો : અર્થાત બરબાદ થયેલાં ને દેવાળું કાઢનારાં લેકેની સસ્તામાં ખરીદેલી કે ગીરમાં ડૂલ થયેલી વસ્તુઓને જ તેને વેપાર હતો. તે અવારનવાર સોલેમનની દુકાનના સામાનની કિંમત પૂછવા કરવા આવતો, ત્યારે વૉટરે તેને જોયેલે; તેથી તે જ્યારે સામો મળે, ત્યારે વૉટર હંમેશાં તેને આનંદથી અભિવાદન કરતો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy