________________
૨૯૯
કેપ્ટન ઍડવર્ડ કટલનાં વધુ પરાક્રમે સાથે કેપ્ટન કટલને પગ, તથા કોટના છેડા વગેરેથી એકદમ પકડીને જકડી લીધા, અને મિસિસ મેકસ્ટિંજરે એ બંદીવાન હતભાગી માણસના માથા ઉપર તરત ઠેક પાડવા માંડયા –
હે, કેપને કટલ, કેપન કટલ, મારા મેં સામું તમે જુઓ છે ને છતાં ભેંય ફાડીને અંદર પેસી જતા નથી ? શરમ છે તમને ! હું કેવી મૂરખ અબળા કે મેં વિશ્વાસ રાખી તમને મારા છાપરા તળે સંઘર્યા. મેં તમારા ઉપર કેવા કેવા ઉપકાર અને ફાયદા વરસાવ્યા કર્યા હતા – તમારા મહિનાના બિલમાં જરાય વધારો કર્યા વિના – અરે, મારાં બધા છોકરાને તમારા ઉપર સગા બાપ જેવો જ પ્રેમભાવ રાખવાનું મેં શીખવ્યું હતું – અને આસપાસનાં બધાં પાડપાડોશી જાણે છે કે, મને કેટલું બધું આર્થિક નુકસાન દરેક મહિને જતું હતું -– પણ એ બધાને આ બદલો? હાય, અને એ કાયર માણસ નાસી ગયો પણ ચોરીછૂપીથી ! લયાનત છે - નફરત છે એ પુરુષ કહેવાતા ઉપર ! એક બાઈ માણસને સામે એ વાત કરવાની હિંમત બતાવી હોત, તો તે કંઈક પાણી બતાવ્યું કહેવાત. પણ મને તમે ઓળખતા નથી! અરે આ મારો ટચૂકડો છોકરે પણ છાનોમાનો નાસી જાય, તો હું એને છેક વેલ્સમાંથી પણ શેધી કાઢ્યા વગર ન રહું. તો પછી તમારા જે ફૂલેલે સઢ મારાથી કેટલો વખત છુપાઈ રહેવાના હતા ? પણ મારી કેવી વલે તમે કરી મૂકી? મારી ઊંઘ કયાં ગઈ? મારા હોસકેસ ક્યાં ચાલ્યા ગયા ? પણ ખરી રીતે તો મારું ભાન જ ક્યાં દેવાઈ ગયું કે, તમારા જેવા ભાગેડુ માટે હું આખા શહેરમાં ગાંડીની પેઠે આમથી તેમ અને તેમાંથી આમ દોડયા કરતી. આવા નફફટ, નકટા માણસ માટે, હે ? પણ હવે હું એ જાણવા માગું છું કે, તમે ઘેર પાછા ફરે છે કે નહિ ?”
કેપ્ટન કટલ બિચારા બધી રીતની લાચારી જોઈને પોતાના ટોપા સામું જ જોઈ રહ્યા –- જાણે અબઘડી ઉપાડીને માથે મૂકી મિસિસ બૅકટિંજરની સાથે સાથે જવા માંડશે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org