________________
ળાવ્યો.
લેર મારા એક બાપને કેમ
ર૪૪
ડેબી એન્ડ સન મિ. (સે છાપામાંથી એ ફકર શબ્દશઃ કેપ્ટનને વાંચી સંભળાવ્યા. કેપ્ટન કટલની તો એ સાંભળી છાતી જ બેસી ગઈ. તે ગણગણ્યાઃ “વૉલર, મારા દીકરા, તો છેવટે તું ગયો જ! હું તારે કશે સગો થતો નથી, છતાં એક બાપને પુત્ર જતાં જે દુઃખ થાય તેથી વધુ દુઃખ મને થાય છે. આ ઘરમાં હું આવતું ત્યારે તું દરિયાની મુસાફરીઓની કેવી કેવી વાતો મને પૂછતો ! અને અમે દિલરૂબા – મિસ ડેબીની વાતો કરીને તારી કેવી મશ્કરી કરતા ? પણ બધું જ હવે ગયું ! તે જતી વખતે તારા કાકા સેલની સંભાળ રાખવાનું મને સોંપ્યું હતું, પણ તેય ક્યાં ગયો એની મને ખબર નથી.”
પછી મિસૂટ્સ તરફ ફરીને કેપ્ટન બેલ્યા –
“ભાઈ, તમે જઈને સુસાનને કહી દો કે, એ સમાચાર તદ્દન સાચા છે. જહાજની નોંધમાં જે સમાચાર લખાય, તે કોઈ પણ માણસ લખી શકે તેના કરતાં વધુ સાચા સમાચાર હોય છે. કારણ કે, દરિયા ઉપર નસીબજોગે જે કંઈ માહિતી સામી આવી મળે, તેની પૂરી ખાતરી કરી લેવામાં આવે છે અને પછી તે અંગે નોંધ કરવામાં આવે છે. છતાં હું કાલે સવારે જઈને વધુ ખાતરી કરી આવીશ; પછી પાછલે પહેરે તમે મને આવી મળજે. જોકે, એથી એ સમાચારમાં કંઈ ફેર પડશે એવી આશા હરગિજ નથી.”
“તમે એમ માને છે કે, આ સમાચાર મિસ ડેબી જાણશે ત્યારે તેમને ખૂબ જ દુઃખ થશે, હૈ ?
જરૂર થશે; કારણ કે મિસ ડેસ્બી નાનાં હતાં ત્યારથી વેલર પ્રત્યે બહુ ભાવ રાખતાં આવ્યાં છે. તે બે એકબીજા માટે જ સરજાયેલાં હતાં, એમ અમે તો માનતા હતા. પણ હવે શું ? બધું પતી ગયું.”
પણ મારી ઈજજતના સોગંદ, એ વાત સાંભળીને હવે તો હું પહેલાં હતા તે કરતાં વધુ દુઃખી થઈ ગયો છું. કારણ કે, કેપ્ટન જિલ્સ, હું મિસ ડેબીને ભક્ત છું – હું તેમને ખૂબ ચાહું છું –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org