SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ લગ્નની આગલી રાત ૨૨૫ આવવા લાગ્યા. એટલામાં તેણે આંખ ઊંચી કરીને જોયું, તે બારણામાં તે જ ઊભી હતી. kr મમા ! ” કહેતાંકને ર્ફોરન્સ ઊછળીને સામી દોડી; “ શ્રીથી આવ્યાં ખરાં ! "> << હજુ હું તારી મમા નથી થઈ,” પેલી બાનુએ ગંભીરતાથી હસીને કહ્યું, તથા ફલોરન્સના ગળાની આસપાસ પેાતાના બંને હાથ વીંટાળી દીધા. (( ઃઃ પણ બહુ જલદી થવાનાં છે. ” “હવે બહુ જલદી; ખરી વાત છે. ” એડિથે એટલું કહી ફ્લોરન્સના ખીલતા ગાલ ઉપર પોતાના હોઠ દબાવવા મેાં નીચું કર્યું . તેની એ પ્રક્રિયા પહેલા પ્રસંગ કરતાંય એટલી વિશેષ ભાવભરી હતી કે, ફ્લોરન્સ એ જ સ્થિતિમાં સ્થિર થઈ તે આનંદભરી ઊભી રહી. એડિથ હવે લૅારન્સને પાસેની એક ખુરશી તરફ ખેંચી ગઈ; અને એની સાથે જ બેઠી. લારન્સ આનંદાસ્કુલ્લ થઈને તેના અદ્ભુત સૌંદર્ય તરફ નવાઈભરી આંખેાએ જોઈ રહી. ફ્લોરન્સ, હું છેવટના મળી, ત્યાર પછી તું આમ એકલી જ રહે છે ? ’ “હા, મમા ! એકલી જ રહેવાનું મને કાઠે પડી ગયું છે; એટલે મને લાગતું જ નથી કે હું એકલી છું. કેટલીક વાર હું અને ડિ કેટલાય દિવસે સુધી એકલાં જ હોઈએ છીએ.” << ડિ॰ તારી તહેનાતખાનુ છે, પ્રિય ? ” t સમા, એ તેા મારા કૂતરાનું નામ છે; મારી તહેનાતખાનુ તે "" સુસાન ! r¢ અને આ તારા કમરે છે, કેમ ? તે દિવસે મને આ ભાગ ખતાબ્યા જ ન હતા. આ કમરે પશુ સુધરાવવા પડશે ઃ આખા ઘરમાં આ કમરે। જ સુંદરમાં સુંદર અનવે જોઈ એ.” ડે. ૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005192
Book TitleDombi and Son
Original Sutra AuthorN/A
AuthorGopaldas Jivabhai Patel
PublisherParivar Prakashan Sahakari Mandir Ahmedabad
Publication Year1966
Total Pages542
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy