________________
પુત્ર જન્મ : પણ એ છોકરી ફૉરન્સ અત્યારે પોતાની માનું મુખ જેવા તલસતી ગુપચુપ આ કમરામાં ચાલી આવી હતી.
મિડબ્બીએ એ જોયું. પુત્ર-જન્મના આનંદમાં તે પહેલી વાર એ છોકરીને સીધું સંબોધીને બેલી બેઠા : “ફરન્સ, તારે તારા સુંદર ભાઈને પાસે જઈને જેવો હોય, તો જોઈ શકે છે. પણ તેને તારે હાથ લગાડવો નહિ, સમજી?”
છે કરીએ બાપની અક્કડ કઠેર મૂર્તિ સામે વહાલભૂખી નજર નાખી; પણ પછી તરત પોતાની માતાની બંધ આંખે તરફ જ નજર ફેરવી. તે જ ક્ષણે માએ આંખ ઉઘાડી અને પુત્રી તરફ જોયું. છોકરી એના ગળે વળગી પડી.
મિ. ડોમ્બી એકદમ ઊભા થઈ ગયા. “આ શું? મારે ડેકટર પેપ્સને જલદી ઉપર આવી જવા વિનંતી કરવી પડશે. હું નીચે જઈને તેમને મોકલું છું. ત્યાં સુધી તમે મિસિસ” ડેબીએ નર્સ સામે પ્રશ્નાર્થ નજર કરીને જોયું.
બ્લેકિટ, સાહેબ.” નર્સે પિતાનું નામ પૂરી આપ્યું.
તો, મિસિસ બ્લેકિટ, તમે ડોકટર આવે ત્યાં સુધી આ નાના સદ્ભહસ્થની બરાબર સંભાળ રાખજે.”
બરાબર સંભાળ રાખીશ, સાહેબ, આ મિસ ફલોરન્સ જમ્યાં ત્યારે હું જ સારવારમાં હતી. ”
“ અરે, પણ મિસ ફલોરન્સની વાત જુદી હતી, અને આ વાત જુદી છે. આ નાના સહસ્થને તો આ ઘરનું આખું ભવિષ્ય સંભાળવાનું છે.” એટલું કહી ડોબી નીચે ચાલ્યો ગયો.
ઠેકટર પાર્કર પેપ્સ રાજદરબારી દાક્તરમાંના એક હતા. અને બધાં મોટાં કુટુંબની વંશ-વૃદ્ધિમાં મદદગાર નીવડવાની ખ્યાતિ ધરાવતા હતા. કુટુંબને સર્જન મિપિકિન્સ તેમની સામે નમ્રપણે ઊભો હતો.
ડોકટર પાર્કર પેસે ડોમ્બીને આવેલા જોઈ તરત પૂછયું, “તે સાહેબ, આપની મુલાકાતથી દરદીમાં કંઈક ઉત્સાહ કે ઉમંગ પ્રગટયાં ખરાં ?”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org