________________
ડેબી ઍન્ડ સન કંઈક ઉત્તેજના જેવું સાહેબ ?” કુટુંબ-દાક્તરે યોગ્ય શબ્દ ઉમેરી આપે.
મિ. ડાબી એ પ્રશ્નથી જરા મૂંઝાયા. કારણ કે, તેમણે દરદીનો કશે વિચાર જ કર્યો નહોતો. એટલે તેમણે એ પ્રશ્નનો જવાબ આપવાને બદલે, ડૉકટર પાર્કર પેપ્સને ફરીથી ઉપર જઈ પિતાને આભારી કરવાની વિનંતી કરી.
ડોકટર પાર્કર પિસે જણાવ્યું, “હા જી; અમે તરત જ ઉપર જઈએ છીએ; પરંતુ, સાહેબ, અમારે આપનાથી એક વાત છુપાવવી ન જોઈએ કે, ડચેસ સાહેબામાં – અરે હું હમણું જેમની સારવાર કરી રહ્યો છું તેમને ભૂલથી વચ્ચે લાવ્યો – આપનાં માનવંત મહેરદારમાં શક્તિનો સદંતર અભાવ છે. તેઓ અત્યારે એવી સુસ્તી ધારણ કરી રહ્યાં છે, જે તેમણે તરત તજવા એક આખરી પ્રયત્ન કરવું જોઈએ. લેડી સાહેબાએ – નહિ, નહિ, માફ કરજો, પાછું હું લેડી ફેંકેબીનું નામ વચ્ચે લાવી બેઠે; હું બોલવા જાઉં છું ત્યારે જુદા જુદા કેસોની આમ ગૂંચવણ જેવું મને થઈ જાય છે...”
થાય જ વળી; આપની તે કંઈ પ્રેકિટસ છે, સાહેબ ? ડોકટર પાર્કર પેસની પ્રેકિટસ જેનું નામ–”કુટુંબ-દાક્તરે પોતાનું કર્તવ્ય બજાવ્યું.
આભાર, મિ. પિકિન્સ, પણ હું એ કહેવા જતો હતો કે, આપણુ દરદીના શરીરને પ્રસૂતિથી એ આઘાત પહોંચ્યો છે કે, જેને તેમણે એક મહા પ્રયત્ન કરીને ખંખેરી નાખવો જોઈએ.”
અમાનુષી પ્રયત્ન કરીને જ વળી –” પિકિન્સ ઉમેરી આપ્યું.
“ખરેખર, એ શબ્દ જ મારે વાપરવો જોઈતો હતે; મિત્ર પિકિન્સ અહીં કુટુંબ-દાક્તર તરીકે હાજર છે, એ બહુ સારી વાત છે; એ કામ માટે એમના જેવા માણસ મળવા બહુ જરૂરી
વસ્તુ છે. ”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org