________________
ડી એન્ડ સન એ ત્રણ શબ્દોમાં જ મિત્ર ડોમ્બીના જીવનનો પ્રધાન સૂર વ્યક્ત થતો હતો. પૃથ્વીનું સર્જન જ જાણે “ બી એન્ડ સન'ની પેઢી વેપાર કરી શકે તે માટે થયું હતું. સૂર્ય અને ચંદ્ર પણ તેમને જ પ્રકાશ પૂરો પાડવા માટે સર્જાયા હતા. નદીઓ અને સમુદ્રો તેમનાં વહાણોને તરતાં રાખવા માટે જ પાણીથી છલકાતાં હતાં. મેઘધનુષ્ય તેમનાં વહાણોને સારી આબેહવાની આગાહી કરવા માટે જ દેખા દેતું હતું. ડાબી એન્ડ સન જેને કેન્દ્રસ્થાને હતા, તે વ્યવસ્થાને અખંડ રાખવા માટે જ જાણે તારાઓ અને ગ્રહો પણ પોતપોતાની કક્ષામાં નિરંતર ઘૂમ્યા કરતા હતા.
તે પોતે “સનમાંથી ડાબી બન્યો હતો, અને વીસ વીસ વર્ષથી પેઢીને એકલે પ્રતિનિધિ રહ્યો હતો. પોતાના પરિણીત જીવનનાં દશ દશ વર્ષ દરમ્યાન પોતાની પત્ની પાસેથી તેણે મધુર પ્રેમભાવની અપેક્ષા જ રાખી નહોતી. તે પોતે ચામડાનો વેપારી હતા, અને હૃદય નામની ચીજથી છેક જ અપરિચિત હતો. પરિણીત સ્ત્રીપુરુષે અરસપરસ પ્રેમ-વસ્તુની આપ-લે કરવાની હોય છે, એ તે જાણતો જ ન હતો. તે કદાચ એમ જ માનતો કે, કોઈ પણ માનવ સ્ત્રીને તેની સાથે લગ્ન કરવાની અને તેને વારસદાર અર્પવાની વસ્તુ જ એટલી બધી કૃતાર્થતા તથા ધન્યતા અર્પનારી લાગવી જોઈએ કે, પછી તેને જીવનમાં પ્રેમભાવ જેવી ક્ષુલ્લક વસ્તુ પામવાની અપેક્ષા જ ન રહે.
પણ મિસિસ ડેસ્મી દશ દશ વર્ષથી પરણીને આવ્યાં હોવા છતાં, આજના દિવસ સુધી તેમણે આ ઘરને વારસદાર અર્પવાનું પોતાનું કર્તવ્ય બજાવ્યું ન હતું. ઊલટું, છ વર્ષ પહેલાં એક પુત્રીને જન્મ આપવા જેવું અ-કર્તવ્ય બજાવ્યું હતું. કારણ, ડોમ્બી એન્ડ સન જેવી તાલેવંત પેઢીને પુત્રી નામની ચીજનો શો ખપ? છોકરી તો આ પેઢીને બેટા સિક્કા જેવી લાગે – જેનું કઈ પણ વ્યવહારમાં કશું રોકાણ ન કરી શકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org