________________
૧૯૯
ડોમ્બી અન્ય સન
નથી તેનું કારણ તે પાતે ઘરમાંથી ચાલ્યા ગયા હેાય, એમ જ માનવું
જોઈ એ.
અને
આ નિર્ણય ઉપર પહેાંચ્યા પછી, કૅપ્ટન કેટલ સ્વાભાવિક રીતે જ અને વધુ જલદીથી એ ધારણા ઉપર પણ પહોંચી ગયા કુ, વાલ્ટરની ચિંતા અસદ્ઘ બની જતાં, સાલ જિસે બહાર જઈને આપઘાત જ કર્યાં છે.
કૅપ્ટન કટલ એ વિચાર આવતાં છેક ભાગી પડયા. વોલ્ટરની ચિંતા તેમને પણ ઓછી ન હતી; તેમાં પાછી પેાતાના આ મિત્રની ચિંતા ઉમેરાઈ. તેમણે હવે રૅબને તેના આરાપમાંથી મુક્ત કર્યાં. પછી સૅલેામન જિસે આપઘાત કર્યાં હેાય તે તેનું મડદું હાથ કરવા તેમણે રાબની મદદથી કિનારે ઠેર ઠેર તપાસ કરી. તથા બીજે પણ જ્યાં જ્યાં મડદાંની તપાસ કરી શકાય, તે બધે ઠેકાણે તે ફ્રી
વળ્યા.
એક અઠવાડિયું ઊંચે શ્વાસે ભારે પ્રયાસ કર્યાં પછી કૅપ્ટન કટલે એ પ્રયત્ન પડતા મૂકયો. પછી સેલેમન જિસે પેાતાને લખેલેા પત્ર તેમણે વારંવાર વાંચવા માંડયો. તે ઉપરથી તેમણે નક્કી કર્યું કે, વૅાલ્ટર માટે એનું ઘર સાચવી રાખવાનું કામ હવે તેમના ઉપર આવી પડે છે. એટલે તેમણે જાતે જ ત્યાં રહેવા આવવાનું અને દુકાનને ચાલુ રાખવાનું નક્કી કર્યું. અલબત્ત તેમ કરવા માટે તેમણે મિસિસ મેકસ્ટેજરનું મકાન છેડવું પડે. અને તે કાઈ પણ હિસાબે સહેલી વાત ન હતી ! એ મક્કમ બાઈ, પેાતાને તેનું ઘર છેાડી જવાની સીધી પરવાનગી આપે, એ તે તેમને અશકય જ લાગતું હતું; એટલે તેમણે તેના મકાનમાંથી ભાગી આવવાને જ નિશ્ચય કર્યાં. તદનુસાર તેમણે રખને સાધવા માંડયો - જો દીકરા, આપણે આ મકાન અને આ દુકાન સંભાળી રાખવાનાં છે, — ચાલુ રાખવાનાં છે. અને આપણે એ મળી મક્કમ પ્રયત્ન કરીએ, તે! આ દુકાન ધમધેાકાર કેમ ન ચાલે, એ મને સમજાતું નથી. અને દુકાન ધમધેાકાર ચાલે,
<<
--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org