________________
કેટન કટલને ગાંડા બનવાનું જ બાકી રહે છે ૩૬૯
સ્થિર થાઓ, સ્થિર થાઓ, મારાં વહાલાં દીકરી ! આજે હજુ તમારી નબળી હાલતમાં તમારે ઊભા રહેવા જેવું નથી. તમે સૂઈ જાઓ.” એટલું કહી તેમણે ફરી પાછી ફલેરન્સને ઊંચકીને સુવાડી દીધી, અને તેના ઉપર પોતાનો માટે ધિંગે કોટ એરાઠી દીધો.
પણ ડી વારે તેમણે કહ્યું, “મારાં દીકરી, પહેલાં તમારે થડે નાસ્તો કરી લેવાનો છે; અને આ તમારા કૂતરાએ પણ. પછી તમે ઉપર બુઠ્ઠા સેલ જિસના કમરામાં જઈને પડી જજે.”
કેપ્ટન કટલે પાસે ઊભેલા ડિજિનિસને તેનો ઉલ્લેખ કરતી વખતે થોડો પંપાળ્યો. જ્યારે બેહેશ ફલેરન્સને કેપ્ટન કટલ પાણી વગેરે છાંટીને ભાનમાં લાવવાનો પ્રયત્ન કરતા હતા, ત્યારે ડિજિનિસ પાસે ઊભે, ફલેરન્સને સતાવતા હોય તો તે બદલ કેપ્ટન કટલ ઉપર તૂટી પડવું કે ફલોરન્સની સારવાર કરતા હોય તો તે બદલ તેમને પિતાની અતૂટ મૈત્રી સમર્પવી, એની દ્વિધામાં પડી ગયો હતો. પરંતુ કેપ્ટન કટલના મેં ઉપર વાત્સલ્યનો અને કાળજીને જે ભાવ છવાઈ રહેલ હતો, તે જોયા પછી, તેણે કેપ્ટન કટલ તરફ અવિશ્વાસનો અને દ્વેષનો ભાવ હમેશને માટે તજી દીધે; અને નકકી કરી લીધું કે, આ માણસની દસ્તી રાખવી એ કઈ પણ સારા કૂતરા માટે ઇજજતની વાત છે.
પરિણમે ડિજિનિસ કેપ્ટન કટલની નાસ્તાની તૈયારીઓમાં સાથે રહી ભારે રસ લેવા લાગ્યો. ચા અને ટેસ્ટ તૈયાર કરી કેપ્ટને ફલેરન્સને આપ્યાં, પણ તે જરા પણ ખાઈ-પી શકી નહિ. કેપ્ટન કટલ સમજી ગયા અને બોલ્યા “ઠીક, ઠીક, મારાં દીકરી, તમારાથી હમણું નહિ ખાઈ શકાય. થોડાં સાંસતાં થયા પછી ખાજે.” પછી ડિજિનિસ તરફ ફરીને તેમણે કહ્યું, “લે દીકરા, તું તો ખાઈ લે; અને પછી તારાં માલિકણ ઉપર સૂવા જાય ત્યારે સાથે રહી ચોકી કરજે.”
| ડિજિનિસને નાસ્તો પીરસવામાં આવ્યું, ત્યારે તે તેના તરફ મેંમાં પાણી લાવી જોઈ રહ્યો હતો, પરંતુ પિરસાઈ રહ્યો ત્યારે તેના ડે.-૨૪
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org