________________
૧૫૦
ડે બી એન્ડ સન નીકળ્યા બાદ, તેમના શરીર-મનને જે આનંદ અને તાજગી મળ્યા જેવું લાગે, તે કારણે પછીને દિવસે પાછા મેજર જેડે તે ફરવા નીકળે જ.
આજે પણ તેઓ એક બીજાની સાથે હાથમાં હાથ મિલાવી ફરવા નીકળ્યા હતા, તેવામાં તેમણે તેમની સામે એક પૈડાં-ખુરસી ગબડી આવતી જોઈ. એ પૈડાં-ખુરસીમાં એક બાજુ બેઠેલી હતી, અને તેના હાથમાં ખુરશીને મન ફાવે તે દિશામાં વાળવા માટે સુકાન જેવો દાંડે હતો. અલબત્ત, એ ખુરશી કઈ શક્તિથી ચાલતી, એ આગળથી તો દેખાતું ન હતું. એ બાનુ જુવાન નહોતી જ; ખાસી સિત્તેર વર્ષની હશે; પણ અનેક કરામતેથી તેણે પોતાના ચહેરાને ખીલતી ગુલાબની કળી જેવો દેખાડવા પ્રયત્ન કરેલો હતો, તે ઉઘાડું દેખાઈ આવતું હતું. તેને પિશાક તથા ચેષ્ટાઓ પણ સત્તાવીશ વર્ષની યુવતીને છાજે તેવાં જ હતાં. એ ખુરશીની સાથે સાથે હાથમાં પેરેલ (છત્રી) પકડી જે એક યુવતી ચાલતી હતી, તે ખરેખર યુવાન હતી, સુંદર હતી, અને વધુમાં તો ગૌરવશાળી હતી. તેના હાથનું પેરેસલ પણ તે હમણાં હાથમાંથી નાખી દેશે, એ રીતે તેણે પકડી રાખ્યું હતું. તે પોતાનું માથું અવારનવાર છંટકારતી રહેતી તથા પાંપણો વારંવાર નીચી ઢાળ્યા કરતી – જાણે આ તુચ્છ દુનિયામાં તેને નિહાળવા જેવી કોઈ વસ્તુ જ નથી. અલબત, અરીસો એકલે એમાં અપવાદરૂપ ગણાય; કારણ કે, એ તો તેનો જ દર્શનીય ચહેરે પ્રતિબિંબિત કરવા જેટલે સમજદાર હતો.
મેજર એ કાફલાને નજીક આવેલો જોઈ તરત જ પોકારી ઊઠયા, “વાહ, આ વળી શી આક્ત સામે આવીને ખડી છે !”
પેલી ખુરશીમાં બેઠેલી બાનુએ લલકારની રીતે કહ્યું, “વહાલી એડિથ, જેયું, મેજર ઑગસ્ટક !”
તરત જ મેજર મિ. ડેબીને હાથ છોડી, આગળ ધસ્યા અને ખુરશીમાંની બાનુને હાથ પોતાના હાથમાં લઈ, તેમણે પોતાને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org