________________
૩૯૪
ડાબી એન્ડ સન તમને યાદ છે? મારે અત્યારે તેની સબતની બહુ જરૂર છે, અને તેને અહીં તેડી મંગાવવી છે.”
મિસ ડાબી, તે કયા ગામે જવાની હતી, એ નામ મેં સાંભળ્યું હતું ખરું, પણ એ બાબતની ચિંતા ન કરશે. તે ગમે ત્યાં ગઈ હશે, ત્યાંથી તેને અહીં લઈ આવવાનું મારું અને મારા બેડીગાર્ડ ચિકનનું કામ. તમારા ઉપર આવી પડેલા કમનસીબથી હું બહુ બહુ દુઃખી થઈ ગયો છું; પણ તમે મારા ઉપર કેપ્ટન જિલ્સ જેટલો જ ભરોસો રાખી શકે છે. મારામાં ઘણું ઘણું અપૂર્ણતાઓ છે – એ હું જાણું છું – પણ એની કશી ચિતા નહિ. તમે મારા ઉપર ભરોસો રાખજે, એટલી જ મારી વિનંતી છે, મિસ ડેામ્બી.” *
મિત્ર ટસ પછી નીચે આવ્યા. તેમણે કેપ્ટન કટલને ખાનગીમાં કહ્યું, “કેપ્ટન જિન્સ, હજુ લેફટનટ વેટર્સ તરફ પૂરેપૂરી મિત્રતાની લાગણી ધરાવી શકતો નથી, એટલે તેમની સાથે સીધો સંપર્ક રાખવા માગતો નથી. પરંતુ તમને હું કહી દઉં કે, મારી પાસે ઘણું પૈસા છે; અને તમને લોકોને કંઈક આર્થિક મદદ હું કરી શકું તે મને ઘણો આનંદ થશે. એટલું તો શું, એ બધી મિલકત તમે લોકો પોતાના કબજામાં જ લઈ લેશે, તો હું મારી કબરમાં શાંતિથી પ્રવેશ કરી
શકીશ.”
આટલું કહી, કશા જવાબની આશા રાખ્યા વિના મિત્ર રૂટ્સ ઉતાવળે ત્યાંથી રવાના થઈ ગયા.
મિ. ટુર્સ પછીને દિવસે ન આવ્યા. તે પછીને દિવસે પણ. અરે, કેટલાય દિવસ સુધી ન આવ્યા. દરમ્યાન ફરન્સ પાંજરામાં સહીસલામત રહેતા પંખીની જેમ સલેમન જિલ્લના મકાનમાં ઉપરને માળ રહી. અલબત્ત, તેના મનમાં ઘણું ઘણું વિચાર આવ્યા કરતા અને તે ઘણું ઘણું ચિતાઓમાં પડી ગઈ હતી. તે બધાની અસર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org