________________
વોટરની વિદાય અને કાકા મેં એમ પણ કહ્યું કે, મિસ ડેસ્બી વવર ખુશીઆનંદમાં છે, એટલા સમાચાર મારા કાકાને મળશે કે તરત તે મને પણ લખી જણાવશે; અને હું પણ દૂર રહ્યો રહ્યો એ સમાચાર જાણું બહુ રાજી થઈશ. સાચી વાત એ છે, કાકા, કે કાલે આખી રાત સુસાનને આ પ્રમાણે સંદેશે કરી આવવાના વિચારમાં ને વિચારમાં હું જરા પણ ઉો જ ન હતો; જોકે આજે ત્યાં કહેવા ગયો ત્યારે પણ છેવટ સુધી જાઉં કે નહીં, કહું કે નહીં, એવી ગડભાંજ જ ચાલ્યા કરતી હતી. પણ સંજોગો પ્રમાણે, મેં આ કહી દીધું એ સારું કર્યું, ખરું ને કાકા?”
કાકાએ ડોકું જોરથી હલાવી વેટરની વાતમાં અંત:કરણપૂર્વક હાજિરે પુરાવ્યો.
“અને કાકા, તમે જ્યારે કદી તેમને મળો – મિસ ડોમ્બીને સ્તો – અને શી ખબર, તમે કયારેક મળી શકશે જ, ત્યારે તમે જરૂર તેમને કહેજો કે, મને તેમને માટે કેટલી બધી લાગણી છે, તથા પરદેશ જવા આગમચ છેલ્લે દિવસે હું તેમને કેટલાં બધાં યાદ કર્યા કરતો હતો. અને કાકા તેમને એ વાત પણ કહેજો કે, તે દિવસે ભૂલાં પડ્યાં હતાં ત્યારે તેમના પગમાં તેમણે મોટા મોટા જે જેડા પહેર્યા હતા, અને જે વારંવાર તેમના પગમાંથી નીકળી પડતા હતા, તે જોડા હું મારી સાથે સંભારણું તરીકે બાબું ડેઝ લઈ ગયો છું.”
અને તે જ ઘડીએ એક મજૂર તેમને ત્યાંથી જે મોટી ટૂંક ઉપાડીને બંદરે લઈ જતો હતો, તેમાં એ જેડા સાચવી -વીંટીને મૂકેલા હતા.
વેટર બારણું તરફ પીઠ રાખીને ઊભો ઊભો કાકા-સેલ તરફ જોઈને આ બધું કહેતો હતો; કાકા-સલનું મેં બારણું તરફ હતું, અને વોલ્ટર સામે જવાય તેટલું જોઈ રહી, તેની બધી વાતો તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org