________________
પ્રકાશકનું નિવેદન ડાબી એન્ડ સન” એ ડિકન્સની ધરખમ નવલકથા છે. કદની દૃષ્ટિએ, એટલું જ નહિ પણ, રસ-ગુણની દૃષ્ટિએ પણ
ધનસંપત્તિ – તવંગરતા એ એક પ્રકારે કાચા પારા જેવી ચીજ છે. જે “શ્રેષ્ઠ પુરુષો – “શ્રેણીઓ” પરાપૂર્વથી શંકરની પેઠે એ પ્રવાહ ધારણ કરતા આવ્યા છે, તેઓ ભલે એના દબાણ હેઠળ કે તેને જોરથી તણુઈ કે તૂટી ન જાય – અને તેથી તેઓ ખરા અર્થમાં મહાજન' પણ કહેવાય છે, – પરંતુ નવાસવા તવંગર બનેલા સામાન્ય માણસનું તો એ ધનસંપત્તિના ઉછાળાથી માથું જ ફરી જાય છે. અને તેનાં જે માઠાં પરિણામ પિતાના જીવનમાં તેમ જ બહારના કૌટુંબિક તથા સામાજિક જીવનમાં તેમને હાથે સરજાય છે, તેનો વ્યાપ અને કરુણતા કેાઈને પણ ચોંકાવી મૂકે.
ઈસ્ટ ઈડિયા સાથેના વેપારથી નવા તવંગર થવા લાગેલા અંગ્રેજ વેપારીઓમાં મિત્ર ડેબી કંઈક વધુ સફળ નીવડેલ – વધુ તવંગર બનેલે માણસ છે. અને નવી સમૃદ્ધિનું ઘમંડ તેનામાં સોળે કળાએ વ્યાપી રહ્યું છે. તેની સૌથી કારમી અસર તેનાં સંતાનો પ્રત્યેના તેના વ્યવહારમાં દેખાય છે. તેને પોતાના પુત્રને એકદમ ખૂબ પૈસા ખરચીને, સારામાં સારાં નિષ્ણાતો મારફત કેળવણી આપીને, બીજે છોકરાંથી જુદો પાડી દે છે. અને નવાસવા તવંગર બનવા લાગેલા સમાજમાં એવા ભાતભાતના નિષ્ણાતો પણ ઘણું ફૂટી નીકળે છે, જેઓમાં એવા તવંગરેના ઘમંડને પોષીને પૈસા કઢાવવાની તો પૂરી આવડત હોય છે, માત્ર સમગ્ર જીવનની દષ્ટિએ એ વિવિધ કસબેના સ્થાન અંગે તથા મૂલ્યુ અંગે સમગવાર નથી હોતી એટલું જ !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org