________________
જેમાં ઘણું રાજી થાય છે. એક જણ સિવાય ૪૪૭ ને ઉપાડી લાવવાનું કે કોઈનું ગળું મરડી નાખવાનું રહેતું નથી, ખરું ?”
ચિકન, ચિકન, કાઈ કોઈ વખત તું માણસ કરતાં ગીધડા જેવી ભાષા વધુ વાપરે છે. મારે વળી કોને ઉપાડી લાવવાની છે કે કેનું ગળું મરડી નખાવવાનું છે? અલબત્ત, હું મિસ ડોમ્બીને ચાહતો હતો, અને લેફટનટ વેટર્સ તેની સાથે આવતી કાલે જ પરણવાનો છે; પણ તેથી તો તે મને જ સૌથી વધુ આભારી કરશે; કારણ કે, મિસ ડાબીને પૂરેપૂરી સુખી તે જ કરી શકે તેમ છે – મારા જેવા ચપટા માથાવાળે તો તેમને કદી સુખી કરી જ ન શકત.”
તો પછી આપણને આવી નોકરી પસંદ નથી. અહીં તે પિતાના હરીફને જ પિતાની પ્રેમપાત્ર છોકરી આશીર્વાદ સાથે સમર્પણ કરવાની વાત છે! કઈ મરદને છાજે તેવી એ વાત નથી. માટે મને જે પચાસેક પાઉંડ ચૂકવી દઈ છૂટો કરી દે, તે અહીંથી આબરૂભેર ચાલ્યો જવા માગું છું.”
ચિકન, જે ઘણાપાત્ર ભાવનાઓ તેં હમણું જાહેર કરી, તે જોતાં એટલાથી પણ તારામાંથી છૂટી શકાતું હોય, તો તે બહુ સસ્તું પડયું કહેવાય.”
અને મિત્ર ટ્રસે તરત એ સસ્તો સોદો પતાવી દીધે; અને ચિકન પોતે આવા તે કેવા મરઘીના બચ્ચાની નોકરીમાં અત્યાર સુધી પડી રહ્યો, એ બદલ જાતને ધિક્કારતે ત્યાંથી વિદાય થયે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org