________________
ર૭૭
સુખી જોડું “પપાએ ? તેમણે તો તેને પરદેશ રવાના કર્યો, અને રસ્તામાં જ જહાજ સાથે તે ડૂબી ગયો.”
“તારા પપા જાણે છે કે, તે ડૂબી ગયો ?”
“મમા, મને એ વાતની ખબર કેમ કરીને પડે ?” આટલું કહેતાંમાં તો ફલેરન્સ એડિશને વળગીને તેની છાતીમાં મેં સંતાડી દીધું અને કહ્યું, “અને તમે જોયું છે જ કે પપાને હું--”
“ભ, ભ,” એડિથે એકદમ ફીકી પડી જઈને કહ્યું; પહેલાં તું વૉટરની બધી વાત પૂરી કહી સંભળાવ.”
ફલોરસે બધી વાત ફરીથી માંડીને વિસ્તારથી કહી સંભળાવી. એડિથે પછી કહ્યું: “હવે કહે કે, મેં શું જોયું છે, એમ તું માને છે ?”
એ જ કે, પપાને હું જરાય દેખી ગમતી નથી. તેમણે કદી મને ચાહી નથી; તથા મને કેમ કરીને તે ચાહતા થાય એ પણ હું જાતી નથી. કોઈએ મને એનો રસ્તો બતાવ્યો નથી; પણ મામા, તમે પપાને પ્રેમ ઝટ સંપાદન કરી શક્યાં છે, તો પપાને હું વહાલી કેમ કરીને બની શકું તેનો રસ્તો બતાવો ને ?” આટલું કહી ફરન્સ એથિની છાતી ઉપર જ ડૂસકે ચડી.
એડિથના હોઠ સુધ્ધાં ફીકા પડી ગયા. તેણે ફૉરન્સને પોતાની છાતીએથી વેગળી કરી દીધી અને પછી કઠેર અવાજે કહ્યું, “ફલેરન્સ તું મને ઓળખતી નથી ! તું મારી પાસેથી ઇ વસ્તુ શીખવાની આશા રાખે, એ વાતમાં શો માલ છે?”
કેમ, કેમ ? તમારી પાસેથી કેમ આશા ન રાખું ?”
“પ્રેમ કેમ કરો કે પ્રેમ કેવી રીતે સંપાદન કરે, એ વસ્તુ મારી પાસેથી શીખવાની આશા રાખે છે? તું જ કદાચ મને એ વસ્તુ શીખવી શકે, એમ કહું તો એ સાચું કહેવાય. પણ હવે તો એ વાતનું પણ બહુ મોડું થઈ ગયું છે. તું મને બહુ વહાલી છે, એ વાત અલબત્ત સાચી છે; મને કલ્પના પણ ન હતી કે કોઈ માણસ આટલા થેડા સમયમાં મને આટલું વહાલું થઈ શકે.”
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org